

આપણે ઘણી વખત એવું સાંભળીએ કે શેરબજારમાં સટ્ટો કરનારા ભાગ્યે જ કમાણી કરતા હોય છે. કમાણી કરનારા લોકો કરતા ગુમાવનારાની સંખ્યા વધારે હોય છે. SEBIનો એક રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં 2025માં 10 ટ્રેડર્સમાંથી 9 ટ્રેડર્સે લોસ કરી છે અને અત્યાર સુધીમાં 1.06 લાખ કરોડ રૂપિયાનું નુકશાન થયું છે.
વર્ષ 2024માં 74812 કરોડનું નુકશાન થયું હતું. શેરબજારમાં કુલ 96 લાખ ટ્રેડર્સ બજારમાં નોંધાયેલા છે.
શેરબજારમાં 3 રીતે કામ થાય છે. એક કેશ માર્કેટ જેમાં રોકાણકાર રૂપિયા આપીને શેરની ડીલીવરી લે અથવા પોતાના શેર વેચીને પેમેન્ટ મેળવે. બીજું ઇન્ટ્રા ડે. દરરોજ ખરીદી અને વેચાણ કરવામાં આવે આમા પોઝીશન રાખી શકાતી નથી.
ત્રીજું ડેરિવેટીવ્ઝ સેગમેન્ટ જેમાં ફ્યુચર એન્ડ ઓપ્શનમાં તમે વાયદાના સોદા કરી શકો છો.