

મધ્ય પ્રદેશના ભાજપના મહિલા સાંસદે એવું પગલું ભર્યુ કે લોકો તેમના વખાણ કરી રહ્યા છે. મધ્ય પ્રદેશના શહડોલથી ભાજપના સાંસદ હિમાદ્રી સિંહે પોતાની દીકરી ગિરીજા કુમારીને તેમના ગૃહ ગામમાં સરકારી કન્યા શાળામાં એડમિશન લીધું છે. હિમાદ્રી પોતે ખુબ ભણેલા છે અને સુખી સંપન્ન છે છતા તેમણે પોતાની દીકરીને સરકારી શાળામાં મુકી એટલે લોકો તેમની પ્રસંશા કરી રહ્યા છે.
હિમાદ્રી બે ટર્મથી સાંસદ છે અને તેમનો જન્મ દિલ્હીમાં થયો હતો, દિલ્હીમાં જ શિક્ષણ લીધું અને સાંસદ બન્યા તે પહેલા હિમાદ્રી પોલિટિકલ સાયન્સમાં બી.એ.ની પરીક્ષા આપી રહ્યા હતા. તેમના પિતા અને માતા કોંગ્રેસી છે અને પિતા રાજીવ ગાંધી સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે અને માતા પણ સાંસદ છે.
