fbpx

હવે ગળ્યા અને તેલયુક્ત ખાદ્ય ઉત્પાદનોનું વેચાણ સિગારેટ-તમાકુ જેવી ચેતવણીઓ સાથે કરાશે

Spread the love
હવે ગળ્યા અને તેલયુક્ત ખાદ્ય ઉત્પાદનોનું વેચાણ સિગારેટ-તમાકુ જેવી ચેતવણીઓ સાથે કરાશે

ધૂમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તેનાથી કેન્સર જેવા ગંભીર રોગોનું જોખમ રહેલું છે, તેથી જ આના વેચાણ કરનારાઓ પેકેટ પર આરોગ્ય ચેતવણીઓ પણ લખે છે. અહીં તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રના નાગપુરમાં પણ હવે સિગારેટના પેકેટની જેવી જ સમોસા, જલેબી અને ચા-બિસ્કિટ જેવી વસ્તુઓ પર સ્વાસ્થ્ય સબંધી ચેતવણીઓ છાપવાની તૈયારી ચાલી રહી છે, ખાસ કરીને એવી દિવાલો પર જે જગ્યાએથી તે નિયમિતપણે ખરીદવામાં આવે છે.

Samosa-Jalebi-Laddu-Warning

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, હવે તમાકુની જેમ, ગળ્યા અને તેલયુક્ત ખાદ્ય ઉત્પાદનો પર પણ આરોગ્ય ચેતવણીઓ છાપવામાં આવશે. આ અંગે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે AIIMS નાગપુર સહિત તમામ કેન્દ્રીય સંસ્થાઓને તેલ અને ખાંડના બોર્ડ લગાવવાનો આદેશ આપ્યો છે. આ પોસ્ટરોમાં તમારા રોજિંદા નાસ્તામાં કેટલી ચરબી અને ખાંડ છુપાયેલી છે તે છાપેલું હશે. AIIMS નાગપુરના અધિકારીઓએ આ અંગે પરિપત્ર મળ્યાની પુષ્ટિ કરી છે. તેઓ કાફેટેરિયા સહિત ઘણા જાહેર સ્થળોએ બોર્ડ લગાવવાની તૈયારી કરી રહ્યા છે.

Samosa-Jalebi-Laddu-Warning3

કાર્ડિયોલોજિકલ સોસાયટી ઓફ ઈન્ડિયાના નાગપુર ચેપ્ટરના પ્રમુખ ડૉ. અમર આમલેએ જણાવ્યું હતું કે, ‘આ ફૂડ લેબલિંગની શરૂઆત છે, જે સિગારેટ માટે આપવામાં આવતી ચેતવણીઓ જેટલી જ ગંભીર બની રહી છે. અમે વર્ષોથી કહી રહ્યા છીએ કે, ખાંડ અને ટ્રાન્સ ફેટ એ નવું તમાકુ છે. લોકોને જાણવાનો અધિકાર છે કે તેઓ શું ખાઈ રહ્યા છે.’ સરકારી આંકડા અનુસાર, 2050 સુધીમાં 44.9 કરોડથી વધુ ભારતીયો સ્થૂળતાથી પીડાઈ શકે છે. આનાથી આપણો દેશ સ્થૂળતાનું બીજું સૌથી મોટું કેન્દ્ર બની જશે.

Samosa-Jalebi-Laddu-Warning5

અધિકારીઓ કહે છે કે, આ પહેલ ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને હૃદય રોગ જેવા ગંભીર રોગો સામેની લડાઈનો એક ભાગ છે, જે વધુ પડતી ખાંડ અને તેલ સાથે સંબંધિત છે. વરિષ્ઠ ડાયાબિટીસ રોગ નિષ્ણાત ડૉ. સુનિલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, ‘કોઈપણ ખાવાની વસ્તુ પર પ્રતિબંધ મૂકવાની વાત નથી, પરંતુ જો લોકોને ખબર પડે કે, એક ગુલાબ જામુનમાં 5 ચમચી ખાંડ હોઈ શકે છે, તો તેઓ ફરીથી ગુલાબ જામુન ખાતા પહેલા બે વાર વિચારશે.’

error: Content is protected !!