fbpx

માય લોર્ડ! બંગાળમાં 31 બેઠકો પર હારના માર્જિન કરતા વધુ મત SIRમાં કપાયા હતા; TMCની દલીલ પર કોર્ટે શું કહ્યું

Spread the love

માય લોર્ડ! બંગાળમાં 31 બેઠકો પર હારના માર્જિન કરતા વધુ મત SIRમાં કપાયા હતા; TMCની દલીલ પર કોર્ટે શું કહ્યું

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો પર કાનૂની લડાઈ વધુ તીવ્ર બની છે. પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ CM મમતા બેનર્જી અને અન્ય લોકો આ દાવા અંગે નવી અરજીઓ દાખલ કરી શકે છે. TMCનો દાવો છે કે, ઘણી બેઠકો પર, જીતનો માર્જિન મતદાર યાદીના વિશેષ સુધારણા (SIR) દરમિયાન કાઢી નાખવામાં આવેલા મતોની સંખ્યા કરતા ઓછો હતો.

West Bengal-Supreme Court

પશ્ચિમ બંગાળમાં કારમી હાર પછી સત્તા ગુમાવનાર મમતા બેનર્જીની TMCએ સુપ્રીમ કોર્ટમાં પરિણામો માટે SIRને દોષી ઠેરવ્યું છે. સોમવારે SIR સંબંધિત કેસની સુનાવણી દરમિયાન, પાર્ટીએ જણાવ્યું હતું કે, આના કારણે 31 બેઠકો પર પરિણામોને અસર થઇ હતી. બંગાળ સરકારનું પ્રતિનિધિત્વ કરતા કલ્યાણ બેનર્જીએ જણાવ્યું હતું કે, 31 બેઠકો પર BJPનો વિજય માર્જિન SIRમાં કપાયેલા મતદારોની સંખ્યા કરતા ઓછો હતો. તેમણે ઉમેર્યું હતું કે જો SIR સ્થાપિત ન હોત, તો આ બેઠકો પર પરિણામો અલગ હોઈ શક્યા હોત. આના પર મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમાલ્યા બાગચીની બનેલી કોર્ટે જવાબ આપ્યો કે, ‘તમે આ બાબતે અલગ અરજી દાખલ કરી શકો છો.’

West Bengal-Supreme Court

બેન્ચે જણાવ્યું હતું કે, મમતા બેનર્જી સહિત 31 બેઠકોના ઉમેદવારો આ દાવા સાથે અલગ અરજીઓ દાખલ કરી શકે છે. બેન્ચે મમતા બેનર્જીના નામનો ઉલ્લેખ કર્યો, કારણ કે ભવાનીપુર બેઠક એવી બેઠકોમાંની એક છે જ્યાં SIR મત કાપવાના કારણે જીતનું માર્જિન ઓછું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. TMCના વકીલે જણાવ્યું હતું કે, ઘણી બેઠકો એવી છે જ્યાં કાઢી નાખવામાં આવેલા મતોની સંખ્યા અને જીતનું માર્જિન બરાબર છે. બેનર્જીએ કહ્યું કે, એક બેઠક તો એવી છે કે જ્યાં, TMC ઉમેદવાર 862 મતોથી હારી ગયા, જ્યારે SIRમાં જ 5,432 મત કપાયા હતા. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યની ચૂંટણીમાં BJP અને TMC વચ્ચેનો તફાવત 32 લાખ મતોનો હતો.

West Bengal-Supreme Court

જયારે, હાલમાં ટ્રિબ્યુનલ સમક્ષ 35 લાખ અપીલો પેન્ડિંગ છે. વકીલનું પ્રતિનિધિત્વ કરતા સાંસદે જસ્ટિસ બાગચીની અગાઉની ટિપ્પણીને પણ યાદ કરી, જ્યારે તેમણે કહ્યું હતું કે, જો જીતનું માર્જિન કાઢી નાખવામાં આવેલા મતોની સંખ્યા કરતાં વધુ હોય, તો આવા કેસોની ન્યાયિક તપાસ થવી જોઈએ. જ્યારે, સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે જો કોઈ સમસ્યા હોય, તો મમતા બેનર્જી અને અન્ય લોકો અલગ-અલગ અરજીઓ દાખલ કરી શકે છે. અહીં તમને જણાવી દઈએ કે, બંગાળ વિધાનસભા ચૂંટણીમાં BJPએ 207 બેઠકો જીતી હતી. 294 બેઠકોવાળા રાજ્યમાં, BJPએ સંપૂર્ણ બહુમતી મેળવી અને પહેલીવાર સરકાર બનાવી. તેમણે આ જીત સાથે ઇતિહાસ રચ્યો છે અને PM નરેન્દ્ર મોદીએ પોતે તેને મોટી સફળતા ગણાવી છે.

Leave a Reply

error: Content is protected !!