

જે રીતે શેરબજારના નિયમન માટે સેબી કામ કરે છે તેવી જ રીતે રિઅલ એસ્ટેટમાં નિયમન માટે રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (RERA)ની રચના કરવામાં આવી છે. ગુજ RERAએ એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. સુરતના જહાંગીરપરાના વણકલામાં એરોમા હાઇટ્સ નામના પ્રોજેક્ટનું રજિસ્ટ્રેશન RERAએ રદ કરી દીધું છે. આ પ્રોજેક્ટ માટે ન તો બુકિંગ થઇ શકશે. ન વેચાણ કે ન કોઇ માર્કેટીંગ થઇ શકશે. RERAએ કહ્યું છે કે, વેચાણ. બુકીંગ કે માર્કેટીંગ કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. એરોમાં હાઇટસના પ્રમોટર્સ ફ્રેન્ડ ઇન્ફ્રા હોવાનું કહેવામાં આવ્યું છે.
આ પહેલાં રાંદેરના ભરૂચા કોર્પોરેશનને પણ RERAએ 70,000 રૂપિયાનો દંડ કર્યો હતો. રાંદેરમાં ઇલીટ એન્ક્લેવ પ્રોજેકટમાં રહેવાસીઓએ ફરિયાદ કરી હતી.