
-copy14.jpg?w=1110&ssl=1)
જો તમારે બાય રોડ ટ્રાવેલ કરતા હો અને ફાસ્ટેગનો ઉપયોગ કરતા હો તો નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના આ નવા નિયમ વિશે જાણી લેજો.
NHAIએ નવો નિયમ જાહેર કર્યો છે કે, ટોલનાકા પરથી જ્યારે વાહન પસાર થાય ત્યારે વાહનના આગળના ભાગે જ ફાસ્ટેગ લગાડેલું હોવું ફરિજયાત છે. જો તમે હાથમાં લૂઝ ફાસ્ટેગ બતાવશો તમારે ફાસ્ટેગ બ્લેકલિસ્ટ કરી દેવામાં આવશે.
NHAIનું કહેવું છે કે, હાથમાં ફાસ્ટેગ બતાવવાને કારણે ટોલ નાકા પર જામ લાગી જાય છે અને અન્ય મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઉપરાંત કેટલાંક વાહન ચાલકો એક ફાસ્ટેગનો અનેક વાહનોમાં ઉપયોગ કરે છે જે ગેરકાયદે છે.11 જુલાઇથી આ નિયમ અમલમાં આવી ગયો છે.