fbpx

મરાઠી ભાષા વિવાદ પર સી.આર.પાટીલે કહ્યું- ગુજરાતના લોકો સંકુચિત માનસિકતાવાળા નથી

Spread the love
મરાઠી ભાષા વિવાદ પર સી.આર.પાટીલે કહ્યું- ગુજરાતના લોકો સંકુચિત માનસિકતાવાળા નથી

કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને નવસારીના સાંસદ સી આર પાટીલે નવભારત ટાઇમ્સને આપેલા એક ઇન્ટરવ્યૂમાં મહારાષ્ટ્રમાં ચાલી રહેલા ભાષા વિવાદ વિશે વાત કરી હતી.

મહારાષ્ટ્રમાં હિંદીને લઇને ચાલી રહેલા વિવાદમાં સી આર પાટીલે કહ્યુ કે, બંને ભાઇઓ પાસે હવે કોઇ વિષય બચ્યો નથી. તેમની પાસે ડેવલપમેન્ટનું કોઇ કામ પણ બચ્યું નથી. ગુજરાતમાં લાખો-કરોડો લોકો વસે છે, પરંતુ આવા વિષય પર ક્યારેય ચર્ચા થતી નથી. દેશભરના રાજ્યોમાંથી લોકો ગુજરાત આવીને વસેલા છે.

આજના સમયમાં લોકો આવા વિષય પર મતદાન કરતા નથી. લોકો એલર્ટ થઇ ગયા છે અને ભાષા કે પ્રાંતના નામ પર તેમને વિભાજીત કરી શકાતા નથી. ગુજરાતના લોકો સંકુચિત માનસિકતા વાળા નથી.

error: Content is protected !!