

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના નેતા રાજ ઠાકરેએ સરદાર વલલ્ભભાઇ પટેલ, મોરારજી દેસાઇ અને ગુજરાતી વેપારીઓ પર અપમાનજનક નિવેદન આપવાને કારણે ગુજરાતમાં ભડકો થયો છે.
રાજ ઠાકરેએ કહ્યું હતુ કે, આપણે વલ્લભભાઇ પટેલને લોખંડી પુરુષ કહીને સન્માન આપતા, પરંતુ તેમણે નિવેદન આપેલુ કે મુંબઇ મહારાષ્ટ્રને ન આપવું જોઇએ. મોરારજી દેસાઇએ આંદોલનકારીઓ પર ગોળી વરસાવવા પોલીસને આદેશ આપેલો અને ગુજરાતીઓને પહેલથી મુંબઇ પર નજર છે.
પાટીદાર અનામત આંદોલન સમિતાના નેતા અલ્પેથ કથિરીયાએ પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, રાજ ઠાકરેને દેશના મહાનુભાવોનું અપમાન કરવાનો કોઇ હક નથી. તેમણે જાહેરમાં માફી માંગવી જોઇએ. અલ્પેશે કહ્યું કે, રાજઠાકરે ભાષા અને પ્રાંતના વિવાદમાંથી બહાર આવી શક્યા નથી.
જે સરદારે નાના-નાના રજવાડાઓને ભેગા કરીને દેશ બનાવ્યો તે સરદાર વિશે બોલવાની રાજ ઠાકરને હેસિયત નથી.
