fbpx

એક જમાનાની મશહૂર બ્રાન્ડને ઇશા અંબાણીએ ખરીદી લીધી

Spread the love
એક જમાનાની મશહૂર બ્રાન્ડને ઇશા અંબાણીએ ખરીદી લીધી

ભારતમાં એક રેફિજરેટર બ્રાન્ડ એવી હતી કે લોકોના ઘરે ઘરે હતી એટલે પોપ્યુલર હતી, પરંતુ સમય જતા ર્સ્પધા વધી અને પોપ્યુલર બ્રાન્ડનો કરિશ્મા ઘટી ગયો. હવે આ બ્રાન્ડને રિલાયન્સ રિટેલના એક્ઝિક્યુટીવ ડિરેકટર ઇશા અંબાણીએ ખરીદી લીધી છે. કેટલા રૂપિયામાં ડીલ થઇ તે જાણવા મળ્યું નથી.

ઇશા અંબાણીએ શુક્રવારે જાહેરાત કરી કે અમેરિકાની જાણીતા બ્રાન્ડ કેલ્વીનેટરને રિલાયન્સ રિટેલે ખરીદી લીધી છે અને કેલ્વીનેટર રેફ્રિજરેટરને ફરી એકવાર ભારતમાં પોપ્યુલર કરવામાં આવશે.

કેલ્વીનેટર અમેરિકાની કંપની છે અને 1963માં ભારતના માર્કેટમાં આવી હતી. 1970-80 દાયકામાં સૌથી વધારે ફ્રિજ કેલ્વીનેટરના જ વેચાતા હતા, પંરતુ  LG, સેમસંગ, વ્હીલપૂલ જેવી બ્રાન્ડના આગમન પછી કેલ્વીનેટરનું માર્કેટ ડાઉન થઇ ગયું હતું.

error: Content is protected !!