

ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ક્યાંયે દેખાયા નહોતા અને ભાજપ તેમને નજર અંદાજ કરી રહ્યું હોવાની પણ ચર્ચા હતી. પરંતુ વિસાવદરની ચૂંટણીના એક મહિના પછી જવાહર ચાવડા અચાનક સક્રીય થઇ જતા અને વિસાવદરના ગામે ગામે બેઠકો કરવાનું શરૂ કરી દેતા રાજકારણ ગરમાયું છે.જાણકારો માની રહ્યા છે કે ચાવડાના અચાનક સક્રીય થવાની જૂનાગઢમાં નક્કી કઇંક નવાજૂની થવાની છે.
જવાહર ચાવડા વિસાવદર જિલ્લાના ગામોમાં કાર્યક્રમ કરીને પોતાનું શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે.જ્યારે અમે જવાહર ચાવડાને પુછ્યું કે તમે ભાજપમાં છો કે આમ આદમી પાર્ટીમાં? તેમણે આ વિશે કઇં પણ ટીપ્પણી કરવાનો ઇન્કાર કર્યો હતો.મતલબ કે તેમણે ભાજપમાં જ છું એવું છાતી ઠોકીને કીધું નથી.