
ગુજરાતના હવામાન વિભાગની ફરી આગાહી સામે આવી છે 21 જુલાઇથી 24 જુલાઇ સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
હવામાન વિભાગે કહ્યું છે કે, 21થી 24 જુલાઇ સુધી ગુજરાતના તમામ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મતલબ કે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે, 23 જુલાઇએ બંગાળના ઉપસાગરમાં એક વેલમાર્ક લો પ્રેસર બનશે જેના કારણે ઉપસાગરનું વગન છત્તીસગઢ થઇન મધ્ય પ્રદેશ આવશે જેને લીધે ગુજરાતમાં ભારે વરસાદ પડશે.