
પ્રાંતિજ વ્હોરવાડ વિસ્તાર માંથી એક કોમર્શિયલ વીજચોરી કનેક્શન ઝડપાયુ
– બે દિવસ પહેલાજ આજ વ્યક્તિ ના ધરે થી વીજચોરી ઝડપાઈ હતી
– ધરે દોઢ લાખ અને દુકાન મા એક લાખ નો દંડ વિજકંપની એ ફટકાર્યો
– વહેલી સવારે વીજ કંપની દ્રારા પ્રાંતિજ ના વિવિધ વિસ્તારો મા રેડ કરી હતી
– બે દિવસ થી ઉપરાછાપરી વિજ ચેકિંગ ને લઈ ને વીજચોરી કરતા લોકો મા ફફડાટ
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ વ્હોરવાડ , હજામચોરા , હુમ્મરકુવા , લાલદરવાજા , તપોધનવાસ સહિત ના વિસ્તારો મા પ્રાંતિજ-વડોદરા વિજ ટીમ દ્રારા વહેલી સવારે રેડ કરતા વ્હોરવાડ વિસ્તાર માંથી એક કોમર્શિયલ વીજચોરી ઝડપી પાડી



પ્રાંતિજ વિજકંપની તથા વડોદરા વિજકંપની ની વિજ ટીમ દ્રારા વહેલી સવારે પાંચ ટીમો બનાવી પ્રાંતિજ ના જુદા-જુદા વિસ્તારોમા વીજચોરી સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામા આવ્યુ હતુ જેમા પ્રાંતિજ ના વ્હોરવાડ , હજામચોરા , હુમ્મર કુવા , લાલદરવાજા , તપોધનવાસ સહિત ના વિસ્તારો મા વીજચોરી ની ચેકિંગ હાથ ધરવામા આવી હતી જેમા પ્રાંતિજ ના વ્હોરવાડ વિસ્તાર માંથી એક કોમર્શિયલ વિજચોરી ઝડપી પાડી હતી જેમા એક લાખનો દંડ આપવામા આવ્યો હતો તો ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ પણ પ્રાંતિજના વ્હોરવાડ વિસ્તારમા વિજ ચેકીંગ હાથ ધરવામા આવ્યુ હતુ જેમા આજ વ્યક્તિના ધરે થી વીજચોરી ઝડપાઈ હતી જેમા વિજકંપની દ્રારા દોડ લાખ રૂપિયા નો દંડ ફટકારવામા આવ્યો હતો તો ધર અને દુકાન ઉપર વીજચોરી કરતા વિજકંપની ના ચેકિંગ દરમ્યાન ઝડપાઈ આવતા ધર તથા દુકાન સહિત કુલ અઢી લાખ રૂપિયા નો દંડ વિજકંપની દ્રારા ફટકારવામા આવ્યો છે
જીલ રાવલ સાબરકાંઠા