
પ્રાંતિજના બ્રિજ નીચેથી રૂ.૩.૧પ લાખનો દારૂ પકડાયો
– જિલ્લા એલસીબીએ બાતમી ના આધારે દારૂ ઝડપી

હિંમતનગર-અમદાવાદ નેશનલ હાઈવે પર આવેલ પ્રાંતિજ ત્રણ રસ્તા પર બની રહેલ ઓવરબ્રિજની નીચેથી મંગળવારે સાબરકાંઠા એલસીબીએ બાતમીને આધારે અંદાજે રૂ.૩.૧પ ની કિંમતના વિદેશી દારૂ અને કાર ઝડપી લઈને ભાગી ગયેલા બે શખ્સ વિરૂધ્ધ એલસીબીએ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.આ અંગે એલસીબીના પીઆઈ એસ.એન.કરંગીયા અને તેમની ટીમના જણાવાયા મુજબ મંગળવારે તેમને એવી બાતમી મળી હતી કે બે શખ્સો એક કારમાં પાસ પરમીટ વિના દારૂ અને બીયરનો જથ્થો લઈ ગાંભોઈથી હિંમતનગર તરફ આવી રહયા છે અને તેઓ પ્રાંતિજ થઈને ચિલોડા તરફ જવાના છે તેવી માહિતીને આધારે એલસીબીએ પ્રાંતિજ ત્રણ રસ્તા પર આવેલ ઓવરબ્રિજની આસપાસ પોલીસે વાહન ચેકીંગ શરૂ કર્યું હતું. દરમ્યાન અહીંથી પસાર થઈ રહેલ કાર નં.જીજે.૦૧કેવાય.૩ર૮૩માં બે ઈસમો બેસીને જઈ રહયા હોવાની બાતમીને આધારે પોલીસે આ કાર ઝડપી લીધી હતી ટ્રાફીક હોવાને કારણે કાર રોકાઈ જતાં પોલીસે હાઈવેના બ્રિજ નીચેથી ઝડપી લીધી હતી. ત્યારબાદ અંદર તપાસ કરતાં તેમાંથી રૂ.૩.૧પ લાખની કિંમતની ૮૧૬ દારૂની બોટલો મળી આવી હતી ત્યારબાદ પોલીસે તપાસ કરતાં કારમાં બેઠેલા બંને જણા ભાગી ગયા હતા. તેથી પોલીસે દારૂ સહિત રૂ.૭ લાખથી વધુની કાર મળી અંદાજે રૂ.૧૦.૧૯ લાખનો મુદ્દામાલ કબ્જે લઈ બંને અજાણ્યા શખ્સો વિરૂધ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવાઈ હતી
જીલ રાવલ સાબરકાંઠા