fbpx

IMFના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર ગીતા ગોપીનાથે રાજીનામું કેમ આપ્યું?

Spread the love
IMFના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર ગીતા ગોપીનાથે રાજીનામું કેમ આપ્યું?

ભારતમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના રાજીનામાની ચર્ચા વચ્ચે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ ( IMF)ના ડેપ્યુટી મેનેજિંગ ડિરેકટર ગીતા ગોપીનાથે રાજીનામું આપી દીધું છે. ગીતાએ રાજીનામું આપતા કહ્યું હતું કે, તેઓ ફરી હાવર્ડ યુનિવર્સિટીમાં જોડાવવા માંગે છે અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય બનાવવા માંગે છે.

કોરોના મહામારી વખતે વૈશ્વિક મંદીને નાથવામાં ગીતા ગોપીનાથનો મહત્ત્વનો ફાળો રહ્યો હતો. ગીતા ગોપીનાથ મુળ ભારતના છે. તેમનો જન્મ કોલકાત્તામાં થયો હતો, પરંતુ ઉછેર કર્ણાટકના મૈસુરમાં થયો હતો.

ભારત માટે ગૌરવની ક્ષણ એ હતી કે,IMFમાં ડેપ્યુટી મેનેજિંગ બનનારા ગીતા પ્રથમ મહિલા હતા. તેમણે અર્થશાસ્ત્રમાં ડબલ માસ્ટર ડિગ્રી મેળવી હતી.

ગીતાના પિતા કેરળ જિલ્લાના કન્નુરના ખેડુત અને ઉદ્યોગપતિ હતા અને માતા વી સી વિજય લક્ષ્મી પ્લે હાઉસ ચલાવતા હતા.

error: Content is protected !!