fbpx

આ બહેને 300 કરોડની લોન મંજૂર કરવા 64 કરોડ તો લાંચ લીધેલી

Spread the love
આ બહેને 300 કરોડની લોન મંજૂર કરવા 64 કરોડ તો લાંચ લીધેલી

 ICICI બેંકના પૂર્વ CEO ચંદા કોચરની મુશ્કેલી વધી છે. 64 કરોડની લાંચ કેસમાં ચંદા કોચરને દિલ્હીની એક ટ્રીબ્યુનલે દોષિત જાહેર કર્યા છે.

કોચરે વિડિયોકોન કંપનીની 300 કરોડ રૂપિયાની લોન મંજૂર કરવામાં 64 કરોડ રૂપિયાની લાંચ લીધી હતી. અગાઉની કોર્ટમાં ચંદા કોચરને નિદોર્ષ જાહેર કરાયા હતા ટ્રીબ્યુનલે આ ચુકાદાને પલટી નાંખ્યો છે.

ટ્રીબ્યુનલે કહ્યું કે, ચંદા કોચરે તેમના પદનો દુરપયોગ કર્યો હતો અને બેકીંગ નિયમોનું ઉલ્લંઘન કર્યુ હતું. 2016થી ICICI બેંક લોન કૌભાંડનો કેસ ચાલે છે અને તેમાં ED, CBI, ઇન્કેમટેક્સ બધા ડિપાર્ટમેન્ટોએ તપાસ કરી છે. 2022માં CBIએ ચંદા કોચર અને તેના પતિ દિપક કોચરની ધરપકડ કરી હતી, પરંતુ 2023માં બોમ્બે હાઇકોર્ટે ધરપકડ ગેરકાયદે હોવાનું કહીને જામીન આપ્યા હતા.

error: Content is protected !!