fbpx

ચાલુ ચોમાસુ સત્રએ PM મોદી માલદીવ્સ અને UKના પ્રવાસે જતા વિપક્ષનો વિરોધ

Spread the love
ચાલુ ચોમાસુ સત્રએ PM મોદી માલદીવ્સ અને UKના પ્રવાસે જતા વિપક્ષનો વિરોધ

સંસદનું ચોમાસું સત્ર આમ તો 21 જુલાઇથી શરૂ થઇ ગયું છે, પરંતુ વિપક્ષો એટલો ભારે હોબાળો મચાવી રહ્યા છે કે સંસદનું સત્ર ચાલી જ નથી શકતું.

બુધવારે સંસદનું ત્રીજા દિવસનું સત્ર હતું, પરંતુ શરૂઆત થી જ વિપક્ષોએ એટલો હંગામો મચાવ્યો કે આખા દિવસમાં લોકસભાની કાર્યવાહી ઠપ્પ જ રહી.

સંસદની બહાર મીડિયા સાથે વાત કરતી વખતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યુ કે, સરકાર કહે છે કે, ઓપરેશન સિંદુર ચાલુ છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ 25 વખત સીઝફાયરની વાત કરી ચૂક્યા છે, પરંતુ  PM મોદીએ એક વખત પણ જવાબ આપ્યો નથી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 4 દિવસના પ્રવાસે જતા વિપક્ષો અકળાયા છે.સંસદની બહાર રાહુલ, પ્રિયંકા, અખિલેશ યાદવ વિરોધ કરતા નજરે પડ્યા હતા.

error: Content is protected !!