

મધ્ય પ્રદેશમાં ભાજપની સરકાર છે અને અત્યારે ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. વિપક્ષોએ ભાજર સરકારનો અનોખો વિરોધ કર્યો છે. વિપક્ષ નેતાઓ વિધાનસભામાં ભેંસનો પહેરવેશ પહેરીને પહોંચ્યા હતા અને એમની સામે બીન પણ વગાડવામાં આવી હતી.

ભેંસ માટે એવી કહેવત છે કે, ભેંસ કે આગે બીન બજાના અને ભેંસ આગળ ભાગવત. મતલબ કે વિરોધ પક્ષ સરકારને એવો મેસેજ આપવા માંગતી હતી કે, ભાજપ સરકાર ભેંસ જેવી છે. ગમે તેટલો હોબાળો મચાવો, ગમે તેટલા મોટા અવાજેથી બોલો, પરંતુ ભેંસની જેમ સરકાર કશું સાંભળવા તૈયાર નથી.
તાજેતરમાં રાજકોટ મહાનગર પાલિકામાં પણ કોંગ્રેસના કોર્પોરેટરોએ અનોખો વિરોધ કરેલો. રાજકોટ મહાનગર પાલિકાની સભામાં કોંગ્રેસ નેતાઓ હાથ પર, માથા પર પાટા બાંધીને પહોંચ્યા હતા અને રસ્તાઓ પરના ખાડાનો વિરોધ કર્યો હતો.
