fbpx

પ્રાંતિજ ત્રણ રસ્તા પાસે ટ્રક ચાલકે કાર ને અડફેટે લીધી

Spread the love

પ્રાંતિજ ત્રણ રસ્તા પાસે ટ્રક ચાલકે કાર ને અડફેટે લીધી
– કાર ચાલક નો આબાદ બચાવ કારને નુકસાન થયુ
– પ્રાંતિજ પોલીસે ગુનોનોંધી આગળની તપાસ હાથ ધરી


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના ત્રણ રસ્તા પાસે ટ્રક ચાલકે ફુલફાસ્ટ હંકારી લાવી સાઈડ મા જઇ રહેલ કારને ટક્કર મારી કાર ને નુકસાન કરતા કાર માલિક દ્રારા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા ટ્રક ચાલક વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરી


  અમદાવાદ-હિંમતનગર નેશનલ હાઇવે-૪૮ ઉપર પ્રાંતિજ ના ત્રણ રસ્તા પાસે અમદાવાદ તરફથી આવતો ટ્રક RJ14GL7418 નો ચાલક ગોવિંદ જયગોપાલજી ગૌતમ રહે. ૩૪૫/૬૯૭ રતનપુર કોલોની પકના બહાદુર નગર (પનકી થાણા) કાનપુર દ્રારા પોતાના કબજા ની ટ્રક રોડ ઉપર પુરઝડપે બેદરકારી થી અને ગફલત ભરી રીતે હંકારી લઈ આવી રોડ ની સાઈડ મા જઇ રહેલ કાર નંબર GJ09 BD 4199 ને અથડાવી નુકસાન કરી તેમજ પોતાની તથા આવતા જતા વાહનો તથા રાહદારીઓનો જીવ જોખમાય તે રીતે પુરઝડપે ચલાવી લાવી ગુનો કરતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા કાર માલિક કોશીકકુમાર રામાભાઇ પટેલ રહે.વાધરોટા તા.પ્રાંતિજ જિ. સાબરકાંઠા દ્રારા પોલીસ ફરિયાદ કરતા પ્રાંતિજ પોલીસે આઇપીસીકલમ-૨૮૧,૧૨૫ તથા એમ.વી.એકટ. કલમ-૧૭૭,૧૮૪ મુજબ ગુનોનોધી આગળ ની તપાસ પ્રાંતિજ પોલીસ સ્ટેશન ના હેડ કોન્સ્ટેબલ રાજેશ કુમાર દલજીભાઇ દ્રારા હાથ ધરવામા આવી છે

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!