fbpx

સમાજવાદી પાર્ટીના સાંસદ સાથે સગાઈ થતા રિંકુ સિંહને બે ઝટકા મળ્યા

Spread the love
સમાજવાદી પાર્ટીના સાંસદ સાથે સગાઈ થતા રિંકુ સિંહને બે ઝટકા મળ્યા

IPLમાં કોલકાત્તા નાઇટ રાઇડર્સ તરફથી રમતા અને ટીમ ઇન્ડિયાના ક્રિક્રેટર રિકું સિંહને સમાજવાદી પાર્ટીનાસાંસદ પ્રિયા સરોજ સાથે સગાઇ કરવાનું ભારે પડી ગયું છે. એક જ મહિનામાં રિંકુને બે ઝટકા મળ્યા છે.

ચૂંટણી પંચે રિંકુ સિંહને સુવ્યવસ્થિત મતદાર શિક્ષણ અને ચૂંટણી સહભાગિતા કાર્યક્રમનો આઇકોન બનાવ્યો હતો. પરંતુ સમાજવાદી પાર્ટીના નેતા સાથે સગાઇ કરવાને કારણે હવે રિંકુને આઇકોનમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે.

ચૂંટણી પંચે કહ્યુ કે, અમે આઇકોન એવી જ વ્યક્તિને બનાવીએ છીએ જેમને કોઇ પણ રાજકીય પાર્ટી સાથે સંબંધ નહીં હોય, પરંતુ રિંકુએ જેની સાથે સગાઇ કરી છે તે રાજકીય પરિવાર છે.

 રિંકુને ઉત્તર પ્રદેશમાં બેઝિક શિક્ષણ અધિકારીની નોકરી આપવાની દરખાસ્ત હતી, પરંતુ એમાં પણ સગાઇ નડી છે અને રિંકુને નોકરી આપવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.

error: Content is protected !!