
ગુજરાતમાં વર્ષોથી મુખ્યમંત્રી સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ ચાલે છે. જેમાં લોકોની ફરિયાદો વિશે ચર્ચા કરવામાં આવે છે અને તેનો ઉકેલ લાવવામાં આવે છે, પરંતુ સ્વાગત ઓનલાઇનમાં થયેલી ફરિયાદોમાંથી 50 ટકા ફરિયાદાનો કોઇ નિકાલ આવતો નથી.
મીડિયા અહેવાલો મુજબ તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરકારી અધિકારીઓને તતડાવ્યા હતા અને કહ્યું હતું કે, એ સી ચેમ્બરમાં બેસીને શું કરો છો? તમે તમારા પગાર અને ભથ્થા છોડી દો છો?, ખેડુતોને સમયસર વળતર કેમ નથી આપતા?

CMએ એક અરજદારને પણ કહ્યુ હતું કે, ભણેલા ગણેલા છો અને જાણો છો કે પૈસા આપવાથી નોકરી મળતી નથી, છતા લાલચમાં આપીને પૈસા કેમ આપો છો?
દાદા સારું કામ કરે છે, પરંતુ માત્ર ખખડાવવાથી કશું ન થાય આવા અધિકારીઓને ઘરે બેસાડી દેવા જોઇએ.

