fbpx

ભાઈ-બહેનના અતૂટ બંધનનો તહેવાર: રક્ષાબંધન 9 ઓગસ્ટે, જાણી લો શુભ મુહૂર્ત

Spread the love
ભાઈ-બહેનના અતૂટ બંધનનો તહેવાર: રક્ષાબંધન 9 ઓગસ્ટે, જાણી લો શુભ મુહૂર્ત

ભાઈ-બહેનના પવિત્ર સંબંધનો તહેવાર રક્ષાબંધન, આ વર્ષે 9મી ઓગસ્ટ, શુક્રવારે દેશભરમાં ઉત્સાહ સાથે ઉજવાશે. દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવતો આ તહેવાર માત્ર એક રેશમના દોરા પૂરતો સીમિત નથી, પરંતુ તે વચન, પ્રેમ અને વિશ્વાસનું પ્રતીક છે. આ વર્ષે બહેનો માટે ખાસ ખુશીની વાત એ છે કે રક્ષાબંધન પર ભદ્રાની કોઈ છાયા નથી, જેના કારણે તેઓ આખો દિવસ શુભ મુહૂર્તમાં પોતાના ભાઈઓને રાખડી બાંધી શકશે.

રક્ષાબંધનનું મહત્વ

‘રક્ષાબંધન’ શબ્દ ‘રક્ષા’ અને ‘બંધન’થી બનેલો છે, જેનો અર્થ ‘સુરક્ષાનું બંધન’ થાય છે. આ દિવસે, બહેનો પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધીને તેમના લાંબા આયુષ્ય અને સુખી જીવનની કામના કરે છે. બદલામાં, ભાઈઓ તેમને ભેટ આપે છે અને જીવનભર તેમની રક્ષા કરવાનું વચન આપે છે. રક્ષાસૂત્ર બાંધવાની આ પરંપરા વૈદિક કાળથી ચાલી આવે છે અને તે કૌટુંબિક એકતા અને સ્નેહનો સંદેશ આપે છે.

rakshabandhan1

રાખડી બાંધવા માટે શુભ મુહૂર્ત

આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર શનિવારે આવી રહ્યો છે અને આખો દિવસ રાખડી બાંધવા માટે શુભ રહેશે.

શ્રાવણ પૂર્ણિમા: 8 ઓગસ્ટે બપોરે 2:12 વાગ્યાથી શરૂ થઈને 9 ઓગસ્ટે બપોરે 1:24 વાગ્યે સમાપ્ત થશે.

શુભ સમય: 9 ઓગસ્ટના રોજ સવારે 5:47 થી બપોરે 1:24 વાગ્યા સુધીનો સમય રાખડી બાંધવા માટે શ્રેષ્ઠ રહેશે.

રાહુકાળ: આ દિવસે રાહુકાળ સવારે 9:07 થી 10:47 વાગ્યા સુધીનો છે, જે દરમિયાન રાખડી બાંધવાનું ટાળવું જોઈએ.

પંચાંગ મુજબ, આ વખતે શ્રાવણ પૂર્ણિમાના દિવસે સૂર્યોદય પહેલા જ ભદ્રા સમાપ્ત થઈ જશે, તેથી બહેનો કોઈપણ પ્રકારની ચિંતા વગર દિવસભર રાખડી બાંધી શકશે.

rakshabandhan2

રક્ષાબંધનનો પુરાણોમાં ઉલ્લેખ

રક્ષાબંધનનો મહિમા અનેક પૌરાણિક કથાઓમાં વર્ણવવામાં આવ્યો છે:

વામન અવતાર: જ્યારે ભગવાન વિષ્ણુ રાજા બલિને વચન આપી પાતાળમાં રહ્યા, ત્યારે લક્ષ્મીજીએ બલિને રાખડી બાંધીને વિષ્ણુને પાછા લાવ્યા હતા.

દ્રૌપદી-કૃષ્ણ: દ્રૌપદીએ ભગવાન કૃષ્ણને રક્ષાબંધન બાંધતા, શ્રીકૃષ્ણએ ભરી સભામાં ચીરહરણ સમયે તેમની લાજ રાખી હતી.

રાણી કર્ણાવતી: ઇતિહાસમાં, ચિત્તોડની રાણી કર્ણાવતીએ મુઘલ બાદશાહ હુમાયુને રાખડી મોકલીને મદદ માંગી હતી, અને હુમાયુએ પણ એક ભાઈ તરીકે તેમનું રક્ષણ કર્યું હતું.

error: Content is protected !!