fbpx

શું ગરબા ક્લાસ દૂષણ છે? તો લોકોએ સંતાનોને ગરબા શીખવા મોકલવા જોઈએ?

Spread the love
શું ગરબા ક્લાસ દૂષણ છે? તો લોકોએ સંતાનોને ગરબા શીખવા મોકલવા જોઈએ?

સૌરાષ્ટ્રના મોરબીમાં છેલ્લાં કેટલાંક દિવસોથી દાંડિયા ક્લાસીસનો વિરોધ ઉઠી રહ્યો છે. પાટીદાર સમાજ દ્વારા એક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. પાટીદાર સમાજનો આરોપ છે કે, દાંડિયા ક્લાસીસમાં દીકરીઓને ભોળવીને અમુક તત્ત્વો ખોટા રસ્તે લઇ જાય છે. દાંડિયા ક્લાસીસના દુષણોને બંધ કરાવવાની ઝુંબેશ ચાલી રહી છે.

દાંડિયા ક્લાસીસન સંચાલકો અને પાટીદાર નેતાઓ વચ્ચે સંઘર્ષ પણ થઇ રહ્યો છે. આ ઝુંબેશમાં પાટીદાર નેતાઓ, ઉદ્યોગપતિઓ અને રાજકીય પાર્ટીના નેતાઓ  એક સાથે જોવા મળી રહ્યા છે.

ભાજપના મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ એક કાર્યક્રમમાં કહ્યું કે, આપણા સમાજના લોકોને જે લુખ્ખા કહેતા હોય તેમને જઇને મારી આવજો, કઇ પણ થશે તો હું બેઠો છું. કોઇના બાપની તાકાત નથી કે તમારી સામે આગંળી ઉપાડી શકે.

error: Content is protected !!