પ્રાંતિજ શ્રી સ્વામિનારાયણ મંદિર માં હિંડોળા દર્શન માટે હરિભકતો ઉમટી પડયા
– ફુલોના હિંડોળાના દર્શન માટે મંદિર વ્યવસ્થાપક કમીટી દ્રારા સુંદર વ્યવસ્થા કરવામા આવી
– પ્રાંતિજ સહિત તાલુકામાંથી હરિભકતો દર્શન માટે ઉમટી પડયા
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર માં શ્રાવણ માસની પવિત્ર અગિયારના દિવસે હિંડોળા દર્શન માટે હરિભકતો ની ભારે ભીડ જોવા મળી હતી







પ્રાંતિજ માં પ્રચલિત તીર્થધામ સમા શ્રી સ્વામિનારાયણ મંદિર માં પવિત્ર શ્રાવણ માસ અંતર્ગત વિવિધ પ્રકાર ના હિંડોળા દર્શન નુ સુંદર આયોજન કરવામા આવે છે જેમા સંધ્યા આરતી સમયે હિંડોળા ના દર્શન કરવા દુર દુર થી તથા પ્રાંતિજ સહિત તાલુકામાંથી હરિભકતો ઉમટી પડયા હતા મંદિર ના મહંત શ્રી પ્રાણજીવન સ્વામીની નિષ્ઠામા યોજાયેલ આ ધાર્મિક કાર્યક્રમ માં ધર્મપ્રેમી ભાઇબહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને શ્રી ધનશ્યામ મહારાજ , શ્રી ધર્મપિતા , શ્રી ભક્તિમાતા , શ્રી હરિકૃષ્ણ મહારાજ તેમજ શ્રી રાધાકૃષ્ણ ના દર્શન કરીને હરિભકતોએ ધન્યતા અનુભવી હતી દરવર્ષે પવિત્ર શ્રાવણ માસમાં આ મંદિર માં દરરોજ વિવિધ હિંડોળા નો શણગાર ખૂબ જ નયનરમ્ય લાગે છે રંગ બેરંગી ફૂલોથી સજાવેલા હિંડોળા ના દર્શન કરીને ધર્મપ્રિય લોકો પુણ્યનુ ભાથુ બાંધે છે મંદિર ના ઉત્સવપ્રેમી અને લાગણીશીલ મહંત શ્રી પ્રાણજીવન સ્વામી આ મંદિર મા દરેક ધાર્મિક ઉત્સવો ધામધૂમ થી ઉજવાય તે માટે હંમેશા પ્રયત્નશીલ રહેતા નજરે પડે છે
જીલ રાવલ સાબરકાંઠા
