fbpx

પ્રાંતિજ ના સાંપડ ગ્રામજનો દ્રારા બેફામ દોડતા રેતી ભરેલ ટ્રેક્ટર તથા ડમ્પરો ને લઈ ને આવેદનપત્ર આપી રજુઆત કરી

Spread the love

પ્રાંતિજ ના સાંપડ ગ્રામજનો દ્રારા બેફામ દોડતા રેતી ભરેલ ટ્રેક્ટર તથા ડમ્પરો ને લઈ ને આવેદનપત્ર આપી રજુઆત કરી
– છેલ્લા દશ દિવસ થી વાલીઓ બાળકોને સ્કુલ મા મોકલતા નથી
– પ્રાંતિજ પ્રાંન્ત અધિકારી તથા પ્રાંતિજ મામલતદાર ને આવેદનપત્ર આપ્યુ
– આવેદનપત્ર આપવા આવેલ ગ્રામ લોકોને ધમકીઓ મળતા પોલીસ પ્રોટશન સાથે ગામમા પરત ફર્યા
– બાળકો છેલ્લા દશ દિવસ થી સ્કુલ મા ના જતા તેમના ભણતર ઉપર અસર
– શાળામા અભ્યાસ કરતા ૩૧૯ માંથી માત્ર ૭૦ બાળકોજ શાળામા આવે છે
           


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના સાંપડ ગ્રામજનો દ્રારા રેતી ભરેલ ટ્રેક્ટર તથા ડમ્પર બે ફામ દોડતા હોય બાળકોને દશ દિવસ થી શાળા મોકલવાનુ બંધ કરી પ્રાંન્ત કચેરી તથા પ્રાંતિજ મામલતદાર ને આવેદનપત્ર આપી રજુઆત કરી તો રજુઆત કરવા આવેલ લોકોને ધમકીઓ મળતા પોલીસ પ્રોટશન સાથે ગામ ગયા હતા

  પ્રાંતિજ ના સાંપડ ખાતે રાત્ર-દિવસ બેરોકટોક રેતી ભરેલ ટ્રેક્ટર-ડમ્પર પાસ પરમીટ વગર વહન કરી રહ્યા છે જેમા સાંપડ પ્રાથમિક શાળાની બાજુમા આવવા જવાનો રસ્તો પસાર થતો હોય અને રસ્તા ઉપર થી નદી માથી રેતી ભરીને પ્રસાર થતા હોય છે જેને લઈ ને શાળાએ જતા બાળકો ને અકસ્માત નો ભંય રહે છે અને શાળા ના બાળકો ને અકસ્માત પણ થયા છે તો આ અંગે વાલીઓ તથા ગ્રામજનો દ્રારા આ અંગે ઉપર સુધી રજુઆત કરવામા આવી છે પણ કાઇ નિવાડો ના આવતા વાલીઓ દ્રારા અકસ્માત ના ભંય ને લઈ ને છેલ્લા દશ દિવસ થી બાળકો ને શાળાએ ના મોકલી ધરે રાખે છે તો બાળકો ધરે રહેતા તેમના અભ્યાસ ની સાથે ભાવી ઉપર પણ અસર જોવા મલશે તો ગ્રામજનો તથા વાલીઓ દ્રારા આજે પ્રાંતિજ પ્રાંન્ત કચેરી તથા મામલતદાર કચેરી ખાતે દોડી આવ્યા હતા અને પ્રાંતિજ પ્રાંન્ત અધિકારી આયુષી બેન જૈન તથા પ્રાંતિજ નાયબ મામલતદાર ભરતભાઇ પુરોહિત  ને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી

તો રજુઆત કરવા આવેલ વાલીઓ તથા ગ્રામજનો ના ધરે જઇ ને રેતી માફિયાઓ દ્રારા ધમકીઓ આપી હતી તો ધમકીઓ મલતા રજુઆત કરવા આવેલ વાલીઓ તથા ગામજનો પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે દોડી ગયા હતા અને પ્રાંતિજ પોલીસ ને અરજી દ્રારા રજુઆત બાદ પ્રાંતિજ પોલીસ દ્રારા તેવો ને પોલીસ પ્રોટશન સાથે ગામમા લઈ જવામા આવ્યા હતા ત્યારે હાલતો બેરોકટોક દોડતા રેતી ભરેલ ટ્રેક્ટર-ડમ્પર ને લઈ વાલીઓ બાળકોને શાળામા ના મોકલતા શાળાએ આવતા ૩૧૯ બાળકો માંથી માત્ર ૭૦ બાળકો જ શાળાએ જોવા મલ્યા હતા અને શાળાના આચાર્ય રાજેશકુમાર જયતિભાઇ પટેલ દ્રારા પણ રેતી ભરેલ ડમ્પર-ટ્રેક્ટર ના કારણે વાલીઓ બાળકો ને શાળાએ ના મોકલતા જણાવ્યુ હતુ અને આ અંગેની રજુઆત તાલુકામા તથા જિલ્લામા મૌખિક તથા લેખિત મા રજુઆત કરવામા આવી છે તેવુ જણાવ્યુ હતુ તો ગ્રામજનો વાલીઓની એકજ માગ છે કે સ્કુલ આગળથી નિકળતા રેતી ભરેલ ડમ્પર-ટ્રેક્ટર બંધ નહી કરવામા આવેતો બાળકોને તો શાળાએ નહી મોકલીએ અને આવનાર દિવસ મા ગાંધી ચિધ્યા માગે આંદોલન ની ચિમકી પણ ઉચ્ચારી હતી ત્યારે જવાબદાર તંત્ર દ્રારા હાલતો હપ્તા ની લાહ્ય મા આંખે પાટા બાંધીને બેઠુ હોય તેવુ સ્પષ્ટ પણે જણાઇ આવે છે

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!