

વડોદરાના ગંભીરા બ્રિજનો એક ભાગ તુટી પડવાને કારણે 22 લોકોના મોત થયા હતા અને એક ટ્રક બ્રિજ પર 27 દિવસથી લટકતું રહ્યુ હતું. આખરે સ્વદેશી ટેક્નોલોજીથી આ ટ્રકને સફળતા પૂર્વક ઉતારી લેવામાં આવ્યું છે. નિષ્ણાત ઇજનેરો અને 70 લોકો આ ઓપરેશનમાં જોડાયા હતા.
એર લિફટીગં રોલર બેગ, બે મોટા ક્રેન અને આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ટ્રક ઉતારવામાં આવી. પોરબંદરની વિશ્વકર્મા કંપનીના કેતન ગજજરે આ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો હતો.
લટકતી ટ્રકની નીચે 2 એરબેગને રાખીને તેમાં ધીમે ધીમે ગેસ ભરીને ટ્રકને ઉંચી કરવામાં આવી હતી અને બ્રિજ પર લઇ જવામાં આવી હતી. ટેન્કરને પકડી રાખવા માટે સ્ટ્રેઇન જેકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કોઇ પણ જાતની મુશ્કેલી વગર ટ્રકને ઉતારી લેવાતા બધાએ હાશકારો અનુભવ્યો હતો.
