

સુરતના ભાઠેના વિસ્તારમાં આવેલી ઝુપડપટ્ટીની વચ્ચોવચ 3 માળનું મકાન બનાવીને ડ્રગ્સું વેચાણ કરતો રીઢો ગુનેગાર શીવા દરબાર ઉર્ફે શીવરાજ સિંહ ઝાલા પોલીસના હાથે પકડાઇ ગયો છે.સુરતની SOGએ હાઇટેક ડ્રગ ટ્રાફીકીંગ કાર્ટેકનો પર્દાફાશ કર્યો છે.
સુરત પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે નો ડ્રગ્સ ઇન સુરત સિટી નામથી ઝુંબેશ શરૂ કરી છે.SOGને માહિતી મળી હતી કે, ભાઠેના વિસ્તારમાં શીવા દરબારે તેના ઘરમાં અને આજુબાજુના વિસ્તારમાં CCTV લગાવ્યા છે અને તેના માણસો સાથે વોકીટોકીથી વાત કરે છે.
20 બાઇક પર 27 પોલીસનો કાફલો પહોંચ્યો હતો અને શીવાના ઘરને આજુબાજુથી ઘેરી લેવામાં આવ્યુ હતું. પોલીસે તેની ધરપકડ કરી છે અને11, 83,600નું ડ્રગ્સ અને રોકડ સહિત કુલ 30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
