fbpx

હવે સુરતના ડાયમંડના વેપારીઓ રફ લેવા એન્ટવર્પ નથી જતા, પણ આ દેશમાં જાય છે

Spread the love
 હવે સુરતના ડાયમંડના વેપારીઓ રફ લેવા એન્ટવર્પ નથી જતા, પણ આ દેશમાં જાય છે

અત્યાર સુધી રફ ડાયમંના ટ્રેડીંગ માટે બેલ્જીયમનું એન્ટવર્પ હબ હતું, પરંતુ હવે સિનારીયો બદલાયો છે. એન્ટવર્પમાં હવે રફ ડાયમંડનો 75 ટકા ધંધો ઘટી ગયો છે અને દુબઇ શિફ્ટ થઇ ગયો છે.

સુરતના ડાયમંડ વેપારીઓ પાસેથી જાણવા મળેલી વિગત મુજબ સુરત ડાયમંડ કટીંગ એન્ડ પોલીશીંગમાં દુનિયાભરમાં મોખરે છે, પરંતુ રફ ખરીદવા માટે એન્ટવર્પ જવું પડતું હતું. દુનિયાની રફ માઇનીંગ કંપનીઓના હીરા એન્ટવર્પ આવતા હતા. પરંતુ, હવે રફ ડાયમંડ ટ્રેડીંગનો બિઝનેસ દુબઇ શિફ્ટ થઇ ગયો છે અને એન્ટવર્પમા હવે માત્ર 25 ટકા જેટલું જ રફ ડાયમંડનું ટ્રેડીંગ થાય છે.

રફ ડાયમંડ ટ્રેડીંગ દુબઇ શિફ્ટ થવા પાછળનું કારણ એવું છે કે, સુરતના વેપારીઓને દુબઇ જવા માટે ફલાઇટમાં માત્ર અઢી કલાક થાય છે, જ્યારે એન્ટવર્પ જવામાં 9 કલાક થાય છે. દુબઇની સરકાર સરળતાથી બિઝનેસ કરવા દે છે.

error: Content is protected !!