

હસ્તકલા એ આપણાં દેશની ઓળખ છે અને ભારતીય સંસ્કૃતિનું જીવંત પ્રતિબિંબ છે. આજે, 7 ઓગસ્ટે આપણે રાષ્ટ્રીય હસ્તકલા દિવસની ઉજવણી કરીએ છીએ જેની શરૂઆત વર્ષ 2015માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી.
આ પ્રસંગે અવની એથનિક સારીના માલિક શિલ્પ દ્વારા બનાવવામાં આવેલી હેન્ડલૂમ સાડી સાથે એક અદભુત ફોટોશૂટ યોજાયું હતું.

આ સુંદર ક્ષણને વધુ શોભાયમાન બનાવી સ્વરા જ્વેલ્સના સુંદર, વૈભવી બ્રાઇડલ ઓર્નામેન્ટ્નો સહયોગ રહ્યો. આ શાનદાર ફોટોશૂટ મિત્રોના ઉમદા સાથ અને ઉત્સાહથી યાદગાર બની ગયો.

અવની એથનિકના માલિક શિલ્પીએ કહ્યું કે,આ સંસ્કૃતિને જાળવવી અને આગળ લાવવી એ આપણી સૌની જવાબદારી છે. આવો, આપણે પણ હસ્તકલા અને હેન્ડલૂમને આત્મસાત કરીને આપણા કારીગરોના પ્રશંસાપાત્ર કાર્યોને પ્રોત્સાહન આપીએ.
“અવની એથનિક” ની સ્થાપિકા તરીકે આજે મારા હૃદયમાં આનંદની લાગણી છલકી રહી છે કે હું સુરતની કેટલાંક પ્રખર, પ્રતિષ્ઠિત અને સાંસ્કૃતિક રીતે સચેત મહિલાઓ સાથે મળીને હેન્ડલૂમ ડેની ઉજવણી કરી રહી છું.
2015થી, આપણે દરેક વર્ષે આ દિનની હર્ષભેર ઉજવણી કરીએ છીએ. હસ્તનિર્મિત કાપડોની ગૌરવશાળી પરંપરાને જીવંત રાખતા, આપણા દેશના કુશળ કારીગરોના કુશળ હાથે બનેલા હસ્તકલા કાર્યોને માન આપતા અને સજીવ સંસ્કૃતિને ઉજવતા.
આ હેન્ડલૂમ ડે માત્ર ઉજવણી નથી, પણ આપણા કારીગરોની મહેનત, આપણી લોકકલાની ઊંડાણ અને કુદરતી ટકાઉપણું સાથે સંકળાયેલી એક સંવેદનશીલ લાગણી છે. આપણે મળીને એક સંકલ્પ લઈએ કે આ સંસ્કૃતિને આપણે ન માત્ર સાચવીશું, પણ નવા યુગ સુધી પહોચાડશું.
ચાલો, પરંપરા અને આધુનિકતાના સુંદર સંગમ દ્વારા આપણે મળીને સંસ્કૃતિનું નવું ચિત્ર ઉમેરીએ, અને ભારતના હેન્ડલૂમ વારસાને વિશ્વપટલ પર પ્રકાશિત કરીએ.
