fbpx

પ્રાંતિજ સબજેલ ખાતે ૭૯ મા સ્વાતંત્ર્ય પર્વ ની ઉજવણી કરવામા આવી

Spread the love

પ્રાંતિજ સબજેલ ખાતે ૭૯ મા સ્વાતંત્ર્ય પર્વ ની ઉજવણી કરવામા આવી
– રિટાયર્ડ આર્મી ના હસ્તે ધ્વજવંદન કરવામા આવ્યુ
– પ્રાંતિજ જેલર દ્રારા સુંદર આયોજન કરવામા આવ્યુ
         


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે આવેલ સબજેલ માં ૭૯ મા સ્વાતંત્ર્ય પર્વ ની ઉજવણી કરવામા આવી હતી


   પ્રાંતિજ નાનીભાગોળ વિસ્તાર મા આવેલ સબજેલ ખાતે  પોલીસ મહાનિર્દેશક જેલોના વડા ડો કે એલ એન રાવ ,  ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ, પ્રીઝન્સ એન્ડ કરેક્શનલ એડમીનિસ્ટ્રેશન, ગુજરાત રાજ્ય, અશ્વિન ચૌહાણ  નાઓ ના માર્ગદર્શન હેઠળ તથા અધિક્ષક હિંમતનગર જિલ્લા જેલ નાઓના  સૂચન દ્વારા પ્રાંતિજ સબજેલ ખાતે ૭૯ માં સ્વાતંત્ર્ય પર્વ ની ઉજવણી કરવામા આવી હતી જેમા રીટાયર્ડ આર્મી ના નાયબ સુબેદાર રબારી ચરણભાઇ માલજીભાઇ તથા ઝાલા વિજયસિંહ કુબેર સિંહ તથા લીગલ એઇડ ક્લિનિક પ્રાંતિજ ના મહેશભાઇ પંડયા ઉપસ્થિત રહ્યા હતા અને ૭૯ મા સ્વાતંત્ર્ય પર્વ ની ઉજવણી ઉત્સાહ પૂર્વક કરવામા આવી હતી તો આ પ્રસંગે જેલર વી. આઇ.દેસાઇ તથા તમામ સ્ટાફ હાજર રહ્યો હતો અને ઉજવણી કરવામા આવી હતી

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!