fbpx

પુતિને અલાસ્કા બેઠકમાં ટ્રમ્પની પોલ ખોલી નાંખી, ભારત અમેરિકાથી નારાજ

Spread the love
પુતિને અલાસ્કા બેઠકમાં ટ્રમ્પની પોલ ખોલી નાંખી, ભારત અમેરિકાથી નારાજ

રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે અમેરિકાના અલાસ્કામાં 15 ઓગસ્ટે એક બેઠક મળી હતી. જેમાં યુક્રેન- રશિયા યુદ્ધ અને ટ્રેડ પર ચર્ચા થઇ હતી. પુતિને પોતાના સંબોધનમાં ડોનાલ્ડ ટ્રમ્પની પોલ ખોલી નાંખી હતી.

પુતિને કહ્યું કે, જાન્યુઆરી 2025થી અત્યાર સુધીમાં અમેરિકાના રશિયા સાથેના ટ્રેડમાં 20 ટકાનો ગ્રોથ થયો છે. મતલબ કે ટ્રમ્પના બીજા કાર્યકાળમાં રશિયા સાથે અમેરિકાનો ધંધો વધ્યો છે. ભારત આ વાતથી નારાજ થયું છે, કારણકે, ટ્રમ્પ ભારત પર રશિયા સાથે ઓઇલ ડીલ પર ટેરિફમાં વધારો કરી રહ્યું છે અને પોતે જ રશિયા પાસેથી ખરીદી કરે છે. પુતિન અને ટ્રમ્પની બેઠક પછી કેટલાંક જાણકારો એવી આશા રાખી રહ્યા છે કે, ટ્રમ્પે જે બીજો 25 ટકા ટેરિફ નાંખ્યો છે જે 27 ઓગસ્ટથી અમલમાં આવવાનો છે તે પાછો ખેંચાઇ શકે છે.

error: Content is protected !!