
પ્રાંતિજ સંસ્કાર વિધાલય ખાતે બાળ સાંસદ શાળા પંચાયત ની ચુંટણી યોજાઇ
– સ્કુલના બાળકોએ ઉત્સાહ પૂર્વક મતદાન કર્યુ
– સ્કુલ દ્રારા વિધાનસભા , લોકસભા ની જેમ ચુંટણી પ્રકિયા જેવું જ વાતાવરણ ઉભુ કર્યુ
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ સંસ્કાર વિધાલય ખાતે બાળ સાંસદ શાળા પંચાયત ની ચુંટણી યોજાઇ








વિશ્વમાં મજબૂત લોકશાહી ધરાવતો દેશ ભારત છે ત્યારે ચૂંટણી પ્રક્રિયા એ લોકશાહીનો મહત્વનો ભાગ છે ત્યારે શાળામાં ભણતા બાળકો આ સમગ્ર પ્રક્રિયાને સમજી શકે અને ચૂંટણી પ્રક્રિયાના તમામ પાસાઓને અનુભવી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓમાં પ્રથમ સત્રની શરૂઆતમાં બાળ સાંસદ ચૂંટણી યોજવામાં આવે છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ સંસ્કાર વિધાલય ખાતે શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા આ બાળ સાંસદ ચૂંટણી પ્રક્રિયાને વિધાનસભા, લોકસભાની ચૂંટણી પ્રક્રિયા જેવુંજ વાતાવરણ અને જરૂરી તમામ વ્યવસ્થા શાળામાં જ ઉભી કરી ચૂંટણી યોજવામાં આવી હતી જેમા ધોરણ-૬,૭,૮ના ૨૫૦ વિદ્યાર્થીઓથી વધુ શાળાના બાળકોને જ પોલિંગ સ્ટાફના તમામ હોદ્દા, પોલીસ વિભાગના હોદ્દા, કાઉન્ટિંગ સ્ટાફ તેમજ ચૂંટણી પ્રક્રિયા માટે ઉપયોગમાં લેવામાં આવતા ઉપકરણોનો ઉપયોગ સહિતની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી શાળામાં ભણતા બાળકોને બેલેટ પેપર અંગે જાણકારી મળી શકે તે માટે શાળામા ચૂંટણી પણ બેલેટ પેપર ની મદદતથી મતદાન કરીને યોજવામાં આવી હતી શાળાના વિધાર્થીઓ પુખ્ત વયે ચૂંટણી અંગેના બંધારણીય હકો તેમજ સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને સમજી અને અનુભવી શકે તે માટે કરવામાં આવેલ તમામ વ્યવસ્થાઓને લઈને બાળકો પણ આનંદિત અને ઉત્સાહી થઈને સમગ્ર પ્રકિયામાં જોડાયા હતાં તો શાળાના આચાર્ય અબ્દુલ્લાભાઇ વ્હોરા ના માર્ગદર્શન હેઠળ શાળા ના શિક્ષિકા દિપ્તીબેન સોની , મૌલવી રૂમેસાબેન , ધોરી રેશમાબેન દ્રારા સમગ્ર બાળ સાંસદ ચુંટણી નુ સુંદર આયોજન કરવામા આવ્યુ હતુ અને શાળાના બાળકોને ચુંટણી અંગે સમજ આપી હતી
જીલ રાવલ સાબરકાંઠા
