
પ્રાંતિજ રેલ્વે ઓવરબ્રીજ ઉપર રોડ વચ્ચોવચ ટ્રેલર બંધ થતા ટ્રાફિક જામ
– એક કિલોમીટર સુધી ટ્રાફિક જામ થયો
– ટ્રાફિક જામ થતા પ્રાંતિજ પોલીસ દોડીઆવી ટ્રાફિક હળવો કર્યો
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ રેલ્વે ઓવરબ્રીજ ઉપર રોડની વચ્ચોવચ ટ્રેલર બંધ થતા એક કિલોમીટર સુધી ટ્રાફિક જામ થયો હતો તો પ્રાંતિજ પોલીસ ને જાણ થતા પ્રાંતિજ પોલીસ ધટના સ્થળે દોડી આવી ટ્રાફિક હળવો કર્યો હતો








અમદાવાદ-હિંમતનગર નેશનલ હાઈવે-૪૮ પ્રાંતિજ રેલ્વે ઓવર બ્રિજ ઉપર બ્રીજ ના કામને લઈ ને જે જગ્યાએ ડાયવર્ઝન આપ્યુ છે તે જગ્યાએજ રોડની વચ્ચોવચ અમદાવાદ થી હિંમતનગર તરફ જઈ રહેલ ટ્રેલર રોડ વચ્ચોવચ બંધ થઈ જતા પાછળ આવતા વાહનોની એક કિલોમીટર સુધી લાબી કતાર લાગી હતી તો ટ્રાફિક ને લઈ ને અનેક વાહન ચાલકો સહિત લોકો ફસાયા હતા તો ટ્રાફિક જામ અંગેની પ્રાંતિજ પોલીસ ને જાણ થતા પ્રાંતિજ પોલીસ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવી હતી અને ટ્રાફિક હળવો કર્યો હતો
જીલ રાવલ સાબરકાંઠા

