
પ્રાંતિજ ખાતે સિંધી સમાજ દ્રારા અમદાવાદ મા બનેલ કિશોરની હત્યા ને લઈને મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપ્યુ
- સિંધી સમાજ ના પ્રમુખ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
- હત્યારા યુવક ને ઝડપી પકડી લઈ કડક મા કડક સજાકરવા માંગ
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે સમસ્ત સિંધી સમાજના લોકો દ્રારા અમદાવાદ મણીનગર સેવન્થ ડે સ્કુલ મા ધોળા દિવસે સિંધી સમાજ ના યુવાન ની હત્યા કરનાર યુવક ને ઝડપી લઈ તેની સામે કડક મા કડક કાર્યવાહી હાથ ધરવામા આવે તેવી માંગ સાથે સિંધી સમાજના લોકો દ્રારા પ્રાંતિજ મામલતદારને આવેદનપત્ર આવ્યુ


ગત ૧૯ મી ઓગસ્ટ ના રોજ અમદાવાદ ના મણીનગર વિસ્તાર મા આવેલ સેવન્થ ડે સ્કુલ માં ધોરણ-૧૦ મા અભ્યાસ કરતા યુવાન નયન સતનાનીને એકજ સ્કુલ મા અભ્યાસ કરતા વિધાર્થીએ નિર્મમ હત્યા કરતા સમગ્ર સિંધી સમાજમાં તેના ધેરા પ્રત્યાગાતો પડયા છે તો બીજી તરફ સ્કુલ કેમ્પસમા આ ગોઝારી ધટના બની હોવાછતાંય સ્કુલ મેનેજમેન્ટ દ્રારા પણ આ બાબતે નિષ્કાળજી દર્શાવીને ગંભીર રીતે ધવાયેલા કિશોર ને હોસ્પિટલ મા પણ પહોચાડવાની દરકાર ન કરતા તે યુવાન સારવાર દરમ્યાન મૃત્યુ પામ્યો હતો તો આ ગંભીર ધટના ધટતા સમસ્ત સિંધી સમાજ મા ધેરો શોકની લાગણી પ્રસરી ગઈ છે આ ગોજારી ધટનાનો વિરોધ દર્શાવવા સિંધી સમાજ દ્રારા દરેક તાલુકા કક્ષાએ આવેદનપત્ર પ્રાંન્ત કચેરી કે મામલતદાર કચેરી ઓમા આવેદનપત્ર આપવામા આવે છે અને આ ગુનો આચરનાર ગુનેગાર ને કઠોર મા કઠોર સજા થાય અને સ્કુલ મેનેજમેન્ટ સામે પણ પગલા ભરવામા આવે તેવી લાગણી અને માંગણી સાથે પ્રાંતિજ સિંધી સમાજ દ્રારા પણ પ્રાંતિજ મામલતદાર કચેરી ખાતે જઇ ને પ્રાંતિજ મામલતદાર કે.એચ.દેસાઇ ને આવેદનપત્ર આપીને વિરોધ પ્રદર્શિત કરવામા આવ્યો હતો તો પ્રાંતિજ સિંધી સમાજ ના પ્રમુખ ધરમદાસ ટેકવાણી તેમજ સમાજ ના અગ્રણીઓ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ને આવેદનપત્ર આપ્યુ હતુ
જીલ રાવલ સાબરકાંઠા

