
પ્રાંતિજ સહિત તાલુકા મા સવારથીજ વરસાદી ઝાપટા
– વરસાદ ને ડાગર પકવતા ખેડૂતોમા ખુશી જોવા મલી
– ધીમીધારે વરસાદ પડતા વાતાવરણ ઠંડક પ્રસરી જવા પામી
– ગાજગજના સાથે વરસાદી ઝાપટા
સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિજ તાલુકા મા સવારથીજ વરસાદી ઝાપટા પડતા ધરતી પુત્રો સહિત નગરજનો મા ખુશી નો માહોલ જોવા મલ્યો તો તાલુકાના લોકોને અસહ્ય ગરમી-ઉકળાટ બફાળા મા થોડાક અંશે રાહત



પ્રાંતિજ સહિત તાલુકા મા સવારથીજ ગાજગજના સાથે વરસાદી ઝાપટા પડતા ધરતી પુત્રો સહિત નગરજનો મા ખુશી નો માહોલ જોવા મલ્યો હતો તો પ્રાંતિજ બજાર વિસ્તાર મા વરસાદી ઝાપટા ને લઈ ને બજારમા રોડ ઉપર પાણી વહેતુ થયુ તો પ્રાંતિજ સહિત પ્રાંતિજના પોગલું,પીલુદ્રા, વદરાડ,બાકલપુર , કમાલપુર , સલાલ , દલપુર , પલ્લાચર ,નનાનપુર સહિતના પંથકમાં વરસાદી ઝાપટા થતી વરસાદી માહોલ જામ્યો હતો જેને લઈ ને હાલતો પ્રાંતિજ સહિત પંથકમાં ડાંગર પકવતા ખેડૂતો આનંદિત થયા હતા જયારે ખેતીલાયક વરસાદ તથા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે તો અસહ્ય ઉકળાટ-ગરમી બફાળા વચ્ચે વરસાદી વરસાદી ઝાપટા પડતા વરસાદ ને લઈ પંથકમાં થોડાક અંશે ઠંડક પ્રસરી જવા પામી હતી તો સવારથી ધીમીધારે પડી રહેલ વરસાદ બપોર ના ચાર વાગ્યા સુધી મા ૨૧ એમએમ એટલે કે એક ઇચ જેટલો વરસાદ ખાબકયો હતો
જીલ રાવલ સાબરકાંઠા
