fbpx

પ્રાંતિજ ના મજરા ચોકડી ઉપર પડેલ ખાડાઓ થી વાહન ચાલકો પરેશાન

Spread the love

પ્રાંતિજ ના મજરા ચોકડી ઉપર પડેલ ખાડાઓ થી વાહન ચાલકો પરેશાન
– વરસાદી પાણી ભરતા અનેક વાહન ચાલકો ખાડાઓ મા પડતા હાડકા ભાગવાનો વારો આવ્યો છે
– ખાડાઓને લઈ ને વાહન ચાલકો પરેશાન
   


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના મજરા ચોકડી ઉપર પડેલ ખાડાઓ ને લઈ ને  વાહન ચાલકો પરેશાન તો ચોમાસા ની ઋતુ હોય વરસાદ પડતા ખાડાઓ પાણી ભરતા ખાડાઓ ના દેખાતા અનેક નાના વાહનો સહિત મોટા વાહન ચાલકોએ હાડકા ભાગ્યા છે અને વાહન  ખાડાઓ મા પડતા વાહનો ને નુકસાન થયુ છે


  પ્રાંતિજ ના મજરા ચોકડી થી તલોદ જતાં રોડ પર મસ મોટા ખાડા પડી ગયા છે ત્યારે અવર જવર કરતા વાહન ચાલકો અને મુસાફરો આ ખાડાઓ થી તોબા-તોબા પોકારી ઉઠ્યા છે ત્યારે વાહન ચાલકો કહે છે કે ખાડા માં રોડ છે કે રોડ ખાડા માં છે  તો હાલ દિવસ દરમ્યાન ઝરમર-ઝરમર વરસાદ પડતા ખાડાઓ મા પાણી ભરતા નાના વાહન ચાલકો ને રોડ ઉપર રહેલ ખાડાઓ ના દેખાતા કેટલાય વાહન ચાલકો રોડ ઉપર પટકાયા છે અને હાડકા ભાગવાનો વાળો આવ્યો છે તો બીજીતરફ વાહન ખાડાઓ મા પડતા વાહન ને નુકસાન થતા વાહન ચાલકોને મોટુ નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે  ત્યારે રોડ ઉપર પડેલ મસ્ત મોટા ખાડાઓ પડયા છતાંય જવાબદાર હાલતો ગૌર નિંદ્રા મા હોય તેવુ સ્પષ્ટ પણે જણાઇ આવે છે અને અનેક વાર  વાહન ચાલકો વેપારીઓએ  અનેક વાર રજૂઆતો કર્યા બાદ પણ જેસેથે ની સ્થિતી હોય તેવુ સ્પષ્ટ પણે જણાઇ આવેછે ત્યારે તંત્ર દ્રારા હવે કુંભકર્ણ નિંદ્રા માંથી સત્વરે રોડ ઉપર પડેલ ખાડાઓ નુ સમારકામ કરવામા આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે ત્યારે હવે જોવુ રહ્યુ કે ગૌર નિંદ્રા મા રહેલ જવાબદાર તંત્ર ખાડાઓ પુરવાનુ કામ હાથ ધરવામા આવશે કે પછી હોતા હે ચલતા હે જેવી સ્થિત જોવા મળશે એ તો હવે જોવુ રહ્યુ

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!