fbpx

શું પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ક્યાં છે? કેમ રાજીનામું આપ્યું? અમિત શાહે આપ્યો જવાબ

Spread the love
શું પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ક્યાં છે? કેમ રાજીનામું આપ્યું? અમિત શાહે આપ્યો જવાબ

જગદીપ ધનખડના રાજીનામાને લઈને પહેલી વખત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાની વાત રાખી છે. તેમણે જગદીપ ધનખડને લઈને થઈ રહેલી ઘણી ટીકાઓનો પણ જવાબ આપ્યો છે. ગૃહમંત્રી અમિત શાહે સમાચાર એજન્સી ANIને આપેલા ઈન્ટરવ્યૂ દરમિયાન આ વાતો કહી હતી. આ દરમિયાન તેમણે અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી. ઈન્ટરવ્યૂ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, જગદીપ ધનખડ જી સંવૈધાનિક પદ પર બેઠા હતા અને તેમણે તેમના કાર્યકાળ દરમિયાન સંવિધાન અનુસાર ખૂબ સારું કામ કર્યું. જગદીપ ધનખડે પોતાના સ્વાસ્થ્યના કારણોસર રાજીનામું આપ્યું. તેને વધુ ખેંચવાની અને કોઈપણ દિશામાં જોવાની જરૂર નથી.

તો, જ્યારે અમિત શાહને કેટલાક વિપક્ષી નેતાઓ દ્વારા જગદીપ ધનખડને નજરકેદ કરવાના દાવા બાબતે પૂછવામાં આવ્યું, તો તેમણે કહ્યું કે, સત્ય અને અસત્યની વ્યાખ્યા માત્ર વિપક્ષના નિવેદનો પર આધારિત ન હોવી જોઈએ. એવું લાગે છે કે સત્ય અને અસત્યની તમારી વ્યાખ્યા વિપક્ષના નિવેદનો પર આધારિત છે. આપણે આ બધા પર વધુ હોબાળો ન કરવો જોઈએ. ધનખડ સંવૈધાનિક પદ પર હતા અને તેમણે બંધારણ અનુસાર પોતાના કર્તવ્યોનું વહન કર્યું. આ મુદ્દા પર વધુ વિચાર-વિમર્શ ન કરવું જોઈએ.

amit shah

નોંધનીય છે કે અમિત શાહની આ ટિપ્પણી વિપક્ષી નેતાઓ દ્વારા અચાનક રાજીનામા પર સવાલ ઉઠાવ્યા બાદ આવી છે. વિપક્ષી નેતાઓએ દાવો કર્યો હતો કે સરકારે ધનખડને ચૂપ કરાવી દીધા છે. તાજેતરના દિવસોમાં, કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે કહ્યું કે દેશના ઇતિહાસમાં આ પહેલી વખત છે જ્યારે ઉપરાષ્ટ્રપતિના રાજીનામાની સાથે તેમને ચૂપ કરાવવાની વાત થઈ રહી છે.

NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારની પસંદગીને RSS સાથે જોડવા પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ‘વડાપ્રધાનનો RSS સાથે સંબંધ છે, મારો પણ RSS સાથે સંબંધ છે. શું દેશે અમને એટલા માટે પસંદ કર્યા છે કારણ કે અમે RSSમાંથી છીએ? શું RSS સાથે સંબંધ હોવું માઈનસ પોઈન્ટ છે? અટલ બિહારી વાજપેયીજી, અડવાણીજી, મોદીજી પણ RSS સાથે જોડાયેલા છે.’

silver price

અમિત શાહે 130મા સંશોધન બિલ પર કહ્યું કે, જ્યારે સંવિધાન બનાવવામાં આવ્યું હતું, ત્યારે સંવિધાન ઘડનારાઓએ આવી બેશરમીની કલ્પના પણ નહોતી કરી કે મુખ્યમંત્રી જેલમાં જશે અને જેલમાંથી મુખ્યમંત્રી રહેશે. કોર્ટ પણ કાયદાની ગંભીરતા સમજે છે. જ્યારે કોઈએ 30 દિવસ બાદ રાજીનામું આપવું પડે છે, ત્યારે તે અગાઉ કોર્ટ નક્કી કરે છે કે તેમને જામીન મળવા જોઈએ કે નહીં. નરેન્દ્ર મોદી પોતાની વિરુદ્ધ એક સંવૈધાનિક સંશોધન લાવ્યા છે કે જો વડાપ્રધાન જેલમાં જાય છે, તો તેમણે પણ રાજીનામું આપવું પડશે.’

error: Content is protected !!