

કેન્દ્ર સરકારના GST સ્લેબમાં સુધારાની દરખાસ્તને ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ દ્રારા મંજૂરી આપી દેવામાં આવી છે. આ GST રિફોર્મને કારણે માત્ર સ્મોલ કાર કે ટુ વ્હીલર જ સસ્તા થશે એવું નથી, પરંતુ સેડાન અને SUV કારની કિંમતમાં પણ મોટો ઘટાડો થશે.
બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીની અધ્યક્ષતામાં મળેલી ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની બેઠકમાં GSTના હાલના 4 સ્લેબ વાળા સ્ટ્રકચરને ઘટાડીને માત્ર 2 સ્લેબમાં બદલવા પર સહમતિ સધાઇ હતી.
નાની કાર પર 28 ટકા GST છે જે ઘટીને 18 ટકા થશે, મતલબ કે સ્મોલ કારની કિંમત 8 ટકા જેટલી ઘટી શકે છે.જ્યારે મોટી કારની કિંમતમાં 3થી 5 ટકાના ઘટાડો થવાની શક્યતા છે.
આગામી મહિનામાં કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મળનારી GST કાઉન્સીલને બેઠકમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે.