fbpx

નેપાળમાં અચાનક કેમ મજબુત થઇ રહ્યું છે RSSનું હિંદુત્વ

Spread the love
નેપાળમાં અચાનક કેમ મજબુત થઇ રહ્યું છે RSSનું હિંદુત્વ

છેલ્લાં કેટલાંક સમયથી નેપાળમાં હિંદુત્વ અને હિંદુ રાષ્ટ્ર પર એક નવી ચર્ચા ચાલી રહી છે. વિશ્વભરના નિષ્ણાતો નેપાળ સરકાર,રાજાશાહી અને ધર્મ પર પોતાના મંતવ્યો આપી રહ્યા છે. પરંતુ RSS અને RSS સાથે સંકળાયેલા સંગઠનોની ભૂમિકા પણ ચર્ચામાં છે.

રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ ભારતમાં શતાબ્દિ વર્ષ ઉજવી રહ્યું છે અને નેપાળમાં પણ હવે મજબુતાઇથી આગળ વધી રહ્યું છે. નેપાળમાં હિંદુ સ્વંય સેવક સંઘ (HSS)ના નામથી ચાલે છે અને ગામે ગામ પહોંચીને બાળકો અને યુવાનોન હિંદુ રાષ્ટ્ર, ધર્માતરણ અને ગૌહત્યા પ્રતિબંધ જેવા મુદ્દા પર શિક્ષણ આપી રહી છે. જો કે RSS અને HSS બંને એક જ હોવાનો ઇન્કાર કરી રહ્યા છે. પરંતુ હિંદુ સ્વંય સેવક સંઘની તમામ કાર્ય પ્રણાલી રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ જેવી જ છે.

error: Content is protected !!