

કોઇ પણ રાજ્ય હોય ત્યાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ તે જોવું ખુબ મહત્ત્વનું છે. પ્રધાનમંત્રી મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના ગૃહ રાજ્યમાં કાયદો- વ્યવસ્થા જાળવવી એક મોટો પડકાર છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 74 IPS અને 31 SPના પ્રમોશન- ટ્રાન્સફર કર્યા. પરંતુ કેટલાંક IPSની ફિલ્ડ પોસ્ટીંગ યથાવત રાખવામાં આવી છે. તહેવારો પછી સ્થાનિક સ્વરાજની ચૂંટણી થવાની છે એટલે આ 10 IPSની સામે મોટી જવાબદારી છે.
DGP વિકાસ સહાય, અમદાવાદના કમિશ્નર જી.એસ. મલિક, વડોદરાના કમિશ્નર નરસિમ્હા કોમાર, સુરતના કમિશ્નર અનુપમસિંહ ગેહલોત, ADGP રાજકુમાર પાંડિયન,રાજકોટ કમિશ્નર બ્રૃજેશ કુમાર ઝા, ભૂજના રેન્જ આઇજી ચિરાગ કોરડીયા, ભરૂચ SP અક્ષયરાજ મકવાણા, પંચમહાલ-ગોધરા SP હરેશ દુધાત, નર્મદા જિલ્લાના SP વિશાખા ડબરાલ સામેલ છે.