

ગુજરાતના હવામાન વિભાગે આગાહી કરી છે કે, ગુજરાતમાં હજુ 5 દિવસ સુધી ભારે વરસાદ પડી શકે છે. 3 સિસ્ટમ સક્રીય હોવાને કારણે વરસાદ પડવાનું 1 સપ્ટેમ્બર સુધી ચાલું રહેશે.
હવામાન વિભાગે કહ્યું છે કે, એક તો બંગાળની ખાડીમાં લો પ્રેસર સર્જાયું છુ, બીજુ કારણ એ છે કે અપર એર સરક્યુલેશન સક્રીય છે અને ત્રીજું કારણ એ છે કે મોનસુફ ટ્રફ છે. આ 3 કારણોને લીધે 28, 29, 30, 31 અને 1 સપ્ટેમ્બરે રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે.
ખાસ કરીને 3 દિવસ ઉત્તર અને દક્ષિણ ગુજરાત માટે ભારે છે.હવામાન વિભાગે કહ્યું છે કે, જૂન, જુલાઇ અને ઓગસ્ટ મહિનામાં રાજ્યનો 85 ટકા વરસાદ પ઼ડી ગયો છે અને રાજ્યના 69 ડેમ 100 ટકા ભરાઇ ગયા છે.