

સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જામનગરના વનતારા વાઇલ્ડ લાઇફ રેસ્કયુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટરની તપાસ માટે 4 સભ્યોની સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ (SIT)ની રચના કરી છે. આ સેન્ટર રિલાયન્સ ફાઉન્ડેશનના નેજા હેઠળ અનંત અંબાણી અને તેમના પત્ની રાધિકા સંભાળે છે.
કોલ્હાપુરના નાંદણી ગામના જૈન ભટ્રારક પટ્ટાચાર્ય સ્વામી સંસ્થાના મઠમાં રહેતી હાથણી માધુરી જેને લોકો મહાદેવી પણ કહે છે. આ હાથણીની તબિયત ખરાબ થતા વનતારા મોકલવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલી 2 PILની સુનાવણી વખતે સુપ્રીમ કોર્ટે વનતારાની તપાસનો આદેશ આપ્યો છે. આ તપાસમા વન્ય જીવન સંરક્ષણ કાયદાનું પાલન થાય છે કે નહીં, પશુ દાણચોરી કે મની લોન્ડરીંગતો થતું નથીને,પ્રાણી ઉત્પાદનોનો વેપારતો થતો નથી ને વગેરે તપાસ કરવામાં આવશે.