fbpx

ગોપાલ ઇટાલિયા મહેસાણામાં કરવાના છે મહારેલી, મુદ્દો છે દીકરીઓની લગ્નની ઉંમર

Spread the love
ગોપાલ ઇટાલિયા મહેસાણામાં કરવાના છે મહારેલી, મુદ્દો છે દીકરીઓની લગ્નની ઉંમર

આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આગામી દિવસમાં મહેસાણામાં એક મહારેલીનું આયોજન કર્યું છે.

ગોપાલ ઇટાલિયાએ જાહેરાત કરી છે કે, 30 ઓગસ્ટના દિવસે મહેસાણામાં એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યની દીકરીઓના લગ્નની ઉંમર 18ને બદલે 21 વર્ષ કરવા માટે આ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

ઇટાલિયાએ કહ્યું કે, કેટલાંક લોકો શાળાઓમાં ભણતી દીકરીઓને ટાર્ગેટ કરે છે અને 18 વર્ષ થાય તેની રાહ જુએ છે પછી લગ્ન કરીને અન્ય રાજ્યોમાં નોંધણી કરાવી દે છે. આ બાબતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિતમાં રજૂઆત પણ કરવામાં આવી છે.

આ રાજકીય રેલી નથી, પરંતુ સમાજ માટે છે જેમાં સમાજના દરેક વર્ગના લોકોએ જવાબદારી સમજીને જોડાવવું જોઇએ.

error: Content is protected !!