

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે કેન્દ્રીય મંત્રીનું નામ હવે ટોપ પર આવી ગયું છે. તાજેતરમાં રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના વડા મોહન ભાગવત અને કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ વચ્ચે બંધ બારણે 45 મિનિટ બેઠક થઇ ત્યારથી શિવરાજનું નામ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની રેસમાં ટોપ પર આવી ગયું છે.
લોકસભા 2024ની ચૂંટણીથી અત્યાર સુધીમાં એટલે કે 14 મહિના થયા ભાજપ હજુ રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી કરી શક્યું નથી. જાણવા મળેલી વિગત મુજબ અત્યાર સુધી રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી બાબતે ભાજપ અને RSS વચ્ચે મતભેદ ચાલતા હતા, પરંતુ શિવરાજ સિંહ ચૌહાણ એવા નેતા છે જેની સામે RSS કે ભાજપ કોઇને વાંધો ન હોય શકે. નવરાત્રી પહેલા રાષ્ટ્રીય અધ્યક્ષનું નામ જાહેર થઇ જશે.