

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 27 ઓગસ્ટને રાત્રે 12 વાગ્યાથી ભારત પર બીજા 25 ટકા ટેરિફ લાગૂ કરવાની જાહેરાત કરી દીધી છે. આ અંગેનું નોટિફેશન પણ બહાર પાડમાં આવ્યું છે. આ પહેલા 25 ટકા ટેરિફ લાગૂ ચૂક્યો છે. મતલબ ભારત પર હવે 50 ટકા ટેરિફ લાગશે.
50 ટકા ટેરિફનો સૌથી વધારે માર જેમ એન્ડ જવેલરી ઉદ્યોગ પર પડવાનો છે.
મુંબઇના ડાયમંડના વેપારી રાકેશ શાહે કહ્યું કે, ટ્રમ્પે જ્યારે પહેલો 25 ટકા ટેરિફ નાંખ્યો તેમાં જ જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગની કમ્મર ભાંગી ગઇ છે તો બીજા 25 ટકા તો સહન કરવાની તાકાત જ નથી.
પરંતુ હવે ભારતના ડાયમંડ ઉદ્યોગકારોએ અમેરિકાની GIA, IGA અને રેપ નેટ સાથે કામ બંધ કરીને ભારતની સંસ્થાઓ સાથે જ કામ કરવું જોઇએ.