

દિવંગત રાકેશ ઝુનઝુનવાલા શેરબજારના એક મોટા ઇન્વેસ્ટર તરીકે જાણીતા હતા તેમના ગયા પછી હવે તેમની પત્ની રેખા ઝુનઝુનવાલા પોર્ટફોલિયો સંભાળી રહ્યા છે. રેખા તાજેતરમાં ચર્ચામાં આવ્યા છે.
જૂન મહિનામાં તેમણે નઝારા ટેક્નોલોજીનું તમામ હોલ્ડીંગ વેચી નાંખ્યુ હતું. તાજેતરમાં લોકસભામાં ઓનલાઇન ગેમિંગ પ્રતિબંધનું બિલ રજૂ થયા પછી નઝારા ટેક્નોલોજીનો ભાવ 17 ટકા કરતા વધુ તુટી ગયો હતો.
સોશિયલ મીડિયા પર લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે, શું રેખા ઝુનઝુનવાલાને અંદરની વાત પહેલેથી ખબર પડી ગઇ હતી કે આવું બિલ આવવાનું છે અને એટલે તેમણે 2 મહિના પહેલાં શેરો વેચી નાંખ્યા?
TMC સાંસદ મહુઆ મોઇત્રાએ પણ રેખા ઝુનઝુવાલા પર ઇન્સાડર ટ્રેડીંગનો આરોપ લગાવ્યો છે અને સેબીને પગલાં લેવા માટે વિંનંતી કરી છે.