fbpx

‘કોઈ મસ્જિદ-ચર્ચનું અધિગ્રહણ ન કરી શકાય તો પછી…’, બાંકે બિહારી મંદિર માટે ટ્રસ્ટ બનાવવા પર રોષે ભરાયા રામભદ્રાચાર્ય

Spread the love
‘કોઈ મસ્જિદ-ચર્ચનું અધિગ્રહણ ન કરી શકાય તો પછી...’, બાંકે બિહારી મંદિર માટે ટ્રસ્ટ બનાવવા પર રોષે ભરાયા રામભદ્રાચાર્ય

પ્રખ્યાત રામકથા કથાકાર અને પદ્મ વિભૂષણ પુરસ્કારથી સન્માનિત જગદગુરુ રામભદ્રાચાર્યએ ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા વૃંદાવનમાં ઠાકુર બાંકે બિહારી મંદિરને પોતાના નિયંત્રણમાં લેવાના પગલા પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું છે કે, ‘જો મસ્જિદો અને ચર્ચો વિરુદ્ધ આવું પગલું ન ઉઠાવી શકાય, તો મંદિરોએ તેનાથી બચવું જોઈએ.’ મંદિર માટે ટ્રસ્ટ બનાવવાની અને બાંકે બિહારી કોરિડોર વિકસિત કરવાની રાજ્ય સરકારની યોજનાપર પૂછાયેલા સવાલોના જવાબમાં તેમણે સખત અસહમતિ વ્યક્ત કરી હતી. રામભદ્રાચાર્યએ કહ્યું હતું કે, ‘હું મંદિર માટે ટ્રસ્ટ બનાવવાના સરકારના નિર્ણય સાથે સહમત નથી.’

તમને જણાવી દઈએ કે, જગદગુરુ રામભદ્રાચાર્ય મંગળવારે વૃંદાવનમાં તુલસીપીઠ છત્તીસગઢ કુંજમાં એક અઠવાડિયા માટે શ્રીમદ્ ભાગવત કથાનું પાઠ કરવા પહોંચ્યા છે. આ દરમિયાન પત્રકારો સાથે વાત કરતા બાંકે બિહારી મંદિરને લઈને ઉત્તર પ્રદેશ સરકારના પગલા સાથે પોતાની અસહમતિ વ્યક્ત કરી હતી.

rambhadracharya1

તેમણે વધુમાં કહ્યું હતું કે, ‘મને સમજાતું નથી કે સરકાર મંદિરોનો પોતાના નિયંત્રણ કેમ લેવા માગે છે અને તેનું ધન કેમ જપ્ત કરવા માગે છે, જ્યારે તે કોઈ મસ્જિદ કે ચર્ચનું અધિગ્રહણ કરી શકાતું નથી.’ ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશ સરકારે મંદિરમાં આવનારા લાખો શ્રદ્ધાળુઓ માટે વધુ સારી સુવિધા માટે વટહુકમના માધ્યમથી ટ્રસ્ટની સ્થાપના અને કોરિડોરના નિર્માણ માટે જરૂરિયાતનો ઉલ્લેખ કર્યો છે.

રામભદ્રાચાર્યનું નિવેદન

મથુરા પહોંચેલા તુલસી પીઠાધીશ્વર જગદગુરુ રામભદ્રાચાર્યએ કહ્યું હતું કે, ‘જે લોકો સનાતન ધર્મનો વિરોધ કરશે, તેમને લઈને એએમ વચન આપ્યું છે કે તેમને ઉચિત અને કઠોર પ્રસાદ આપીશું.’ તો ધર્માંતરણના મુદ્દા પર તેમણે કહ્યું કે, આ મામલો ખૂબ જ સંવેદનશીલ છે અને આપણે સંયમથી કામ લેવું પડશે. આજે આપણી છોકરીઓને સમજાવવાની જરૂર છે કે તેઓ વીરંગના લક્ષ્મીબાઈ બને.

rambhadracharya

જ્યારે મંદિરોના અધિગ્રહણ બાબતે રામભદ્રાચાર્યએ કહ્યું કે, ‘જ્યારે મસ્જિદો અને ચર્ચોનું અધિગ્રહણ નહીં થઈ શકે, તો મંદિરોનું અધિગ્રહણ ન થવું જોઈએ. અમે તેનો વિરોધ કરીએ છીએ. ભગવાન શ્રી કૃષ્ણના જન્મસ્થળ બાબતે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે તેઓ શ્રી કૃષ્ણના જન્મસ્થળના કેસમાં પણ જુબાની આપવા આવશે અને પોતાના જવાબથી બધાને ચૂપ કરશે. રામભદ્રાચાર્યએ રામ જન્મભૂમિ મંદિર માટે પણ જુબાની આપી હતી.

error: Content is protected !!