

ગુજરાતના રાજકારણમાં 2 તસ્વીરોએ ભારે ચર્ચા ઉભી કરી છે. એક તસ્વીર ગોપાલ ઇટાલિયાની છે જેઓ સરદાર ધામના એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા. જેમાં તેમનું ભવ્ય સ્વાગત થયું. બીજી તસ્વીર જ્યારે પ્રધાનમંત્રી મોદી ગુજરાતના એરપોર્ટ પર આવ્યા ત્યારે હાર્દિક પટેલે તેમનું અભિવાદન કર્યું હતું.
આ તસ્વીરોને કારણે એ ચર્ચા ઉભી થઇ છે કે, ગોપાલ ઇટાલિયાનું ગુજરાતમાં વર્ચસ્વ વધી રહ્યું છે એ વાતને ધ્યાનમાં રાખીને ભાજપ ફરી પાટીદાર પોલિટિક્સ તરફ વળી શકે તેમ છે. ભાજપ પાસે ઘણા પાટીદાર નેતાઓ છે, પરંતુ ઇટાલિયાને ટકકર આપે તેવા યુવાનની ભાજપને જરૂર છે અને તેનો લાભ વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલને મળી શકે છે.
હાર્દિક અને ગોપાલ બંને પાટીદાર આંદોલાનના મુખ્ય ચહેરા હતા હવે આગામી ચૂંટણીમાં સામ સામે જોવા મળી શકે છે.