fbpx

7 વર્ષ પછી PM મોદી જિનપીંગની 1 કલાક બેઠક થઇ, શું કોઇ ફાયદો થશે?

Spread the love
7 વર્ષ પછી PM મોદી જિનપીંગની 1 કલાક બેઠક થઇ, શું કોઇ ફાયદો થશે?

ચીનના તિયાનજિનમાં શાંઘાઇ કો-ઓપરેશન ઓર્ગેનાઇઝેશન ( SCO)ની બેઠક મળી રહી છે અને તેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી-જિનપીંગ વચ્ચે લગભગ 1 કલાક જેટલી વાતચીત થઇ.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 7 વર્ષ પછી ચીન ગયા છે અને આ બેઠકને જાણકારો મહત્ત્વની માની રહ્યા છે, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે જે રીતે ભારત અને ચીન પર ટેરિફ નાંખ્યા છે એવા સમયે આ મુલાકાત અગત્યની છે.

શી જિનપિંગે કહ્યું કે, અત્યારના સમયમાં દોસ્ત બનવુ, પડોશી બનવું અને ડ્રેગર અને હાથીને એક સાથે આવવું જરૂરી છે. ચીનને ડ્રેગન કહેવાય છે અને જીનપીંગે ભારતને હાથી તરીકે ગણાવ્યું હતું.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે, ભારત અને ચીનની સરહદો પર બંને દેશના પ્રતિનિધિઓએ સમાધાન કર્યું છે.

error: Content is protected !!