

ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને ભાજપ સરકારમાં મંત્રી રહી ચુકેલા રમણલાલ વોરાને ખોટા ખેડુત હોવાના કેસમાં ઇડરના મામલતદાર અને કૃષિ પંચે નોટીસ ફટકારી છે.
નોટીસ એટલા માટે મોકલવામાં આવી કારણકે ઓગણગજની સરવે નંબર 719/3 જમીનના ખેડુત રમણભાઇ ઇશ્વરભાઇ પટેલનો અટક વિનાનો ખેડુત ખરાઇનો દાખલો રજૂ કરીને પાલજ અને ઇડર પાસેના દાવડ ખાતે રમણલાલ વોરાએ જમીન ખરીદી હતી.
મતલલબ કે રમણલાલ વોરા ખોટા ખેડુત બની ગયા હતા. ઇડરના મામલતદારે રમણલાલ વોરા, તેમના પત્ની કુસુમ વોરા, તેમના 2 પુત્રો સુહાગ અને ભુષણને 11 સપ્ટેમ્બરે ખેડુત હોવાના પુરાવા લઇને હાજર રહેવાની નોટીસ આપી છે. સાથે અન્ય ખેડુતોના નામે પણ જમીન લેવામાં આવી છે. કુલ 9 લોકોને નોટિસ અપાઇ છે.