fbpx

નેપાળના બળવાથી શી જિનપિંગને શું ખતરો? ડરેલા ડ્રેગને ચેતવણી આપતો આ આદેશ આપ્યો

Spread the love
નેપાળના બળવાથી શી જિનપિંગને શું ખતરો? ડરેલા ડ્રેગને ચેતવણી આપતો આ આદેશ આપ્યો

પડોશી દેશ ચીન પણ નેપાળમાં વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા હિંસક બળવાથી ડરી ગયો છે. તે આ આંદોલનને કારણે પોતાના દેશમાં વિદ્યાર્થીઓ એક થઈને સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરે તેવી શક્યતાથી ડરી ગયો છે. તે 1979ના સમયગાળાને પણ યાદ કરી રહ્યું છે, જ્યારે હજારો ચીની યુવાનો લોકશાહીની માંગણી સાથે રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. ત્યારપછી ચીની સરકારે લશ્કરી શક્તિનો ઉપયોગ કરીને તે આંદોલનને ક્રૂરતાથી કચડી નાખ્યું હતું. આવી સ્થિતિમાં, તેના દેશમાં ફરીથી આવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે, જિનપિંગ સરકારે એક મોટો આદેશ બહાર પાડયો છે.

Nepal-Protesters,-China

સૂત્રોના જણાવ્યા અનુસાર, ‘હામી નેપાળ’ નામની NGO નેપાળમાં વિદ્યાર્થીઓને હિંસક વિરોધ પ્રદર્શન માટે ઉશ્કેરવામાં મોટો હાથ હોવાનું કહેવાય છે. આ NGO દેશમાં સમાજ સેવાના નામે શરૂ થયું હતું અને પછી દેશભરમાં નેટવર્ક બનાવ્યું હતું. તેને કોકા કોલા સહિત ઘણી કંપનીઓ તરફથી 20 કરોડ રૂપિયાથી વધુનું દાન પણ મળ્યું હતું. હવે, એ જ NGOના આહ્વાન પર, નેપાળના રસ્તાઓ પર લાખો યુવાનો આગચંપી, પથ્થરમારો અને હિંસા કરતા જોવા મળે છે. નેપાળના PM KP શર્મા ઓલીએ તેમના મંત્રીમંડળ સાથે સત્તા છોડી દીધી છે. તેમ છતાં, વિદ્યાર્થીઓ સતત હિંસાનો આશરો લઈ રહ્યા છે.

નેપાળ પહેલા બાંગ્લાદેશને અસ્થિર કરવામાં આ જ પ્રકારના NGO સક્રિય હોવાનું કહેવામાં આવ્યું હતું, જેને વિદેશથી ભંડોળ પૂરું પાડવામાં આવતું હતું. પડોશી દેશોની પરિસ્થિતિથી ગભરાયેલી ચીનની શી જિનપિંગ સરકારે ચેતવણી બહાર પાડી છે કે, NGO કર્મચારીઓની આડમાં વિદેશી જાસૂસો દેશને નબળો પાડવામાં રોકાયેલા છે. તેઓ દેખાડા માટે લોકો માટે પરોપકારનું કાર્ય કરી રહ્યા છે, પરંતુ તેમનું લક્ષ્ય ખરેખર ચીનના સંવેદનશીલ અને લશ્કરી થાણા છે.

Xi-Jinping

મંત્રાલયે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું હતું કે, એક અજાણ્યા લશ્કરી વિસ્તારની નજીક રહેતા ગ્રામજનોને એક ચેરિટી કાર્યકર પર શંકા ગઈ, જેની અટક શિયા હતી. શિયાએ કેટલાક ગ્રામજનોને લશ્કરી એકમ વિશે સંવેદનશીલ માહિતી આપવા માટે સમજાવ્યા હતા. આના પર, ગામલોકોમાંથી એક માણસે શિયાનો આભાર માનતા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને લખ્યું, ‘તમારા દયાળુ વર્તન બદલ આભાર, પરંતુ તમે હંમેશા લશ્કરી વિસ્તાર વિશે કેમ પૂછો છો?’

તે ગામના માણસની આ પોસ્ટ વાયરલ થઈ અને ચીની સેના સુધી પહોંચી, જેનાથી ગુપ્તચર એજન્સીઓને પણ સતર્ક કરી દીધા. જ્યારે શિયા અને તેની ટીમની તપાસ કરવામાં આવી, ત્યારે જાણવા મળ્યું કે, તે બધા તાલીમ પામેલા જાસૂસ હતા. તેમને એક વિદેશી ગુપ્તચર એજન્સી દ્વારા તાલીમ આપવામાં આવી હતી. શિયા એક દેશના સંરક્ષણ મંત્રાલય સાથે સંકળાયેલા હતા અને લાંબા સમયથી ચીન વિરુદ્ધ ઘૂસણખોરીની પ્રવૃત્તિઓમાં સામેલ હતા.

Nepal-Protesters,-China2

પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું કે, આ વિદેશી સંગઠને વિદેશમાં તાલીમ મથકો સ્થાપ્યા હતા, જ્યાં કર્મચારીઓને ચીનમાં જાસૂસી માટે ભરતી અને તાલીમ આપવામાં આવતી હતી. પકડાયેલ જાસૂસ શિયા એક વિદેશી ચીની હતો. તાલીમ પછી, તેની ટીમને વિદેશી એજન્સી દ્વારા ચીનના દક્ષિણપશ્ચિમ પર્વતીય વિસ્તારોમાં જાસૂસી કરવા માટે મોકલવામાં આવી હતી. તેણે પર્વતારોહણ અભિયાનો અને સખાવતી રાહત પ્રોજેક્ટ્સની આડમાં ચીનના દૂરના વિસ્તારોમાં લશ્કરી મથકોનું ગેરકાયદેસર સર્વેક્ષણ કર્યું હતું.

મંત્રાલયે જણાવ્યું હતું કે, પકડાયેલા જાસૂસોને યુદ્ધના મેદાનમાં જીવિત ટકી રહેવા, લાંબા અંતર સુધી તરવા અને GPSનો ઉપયોગ કરીને વાતચીત કરવા માટે તાલીમ આપવામાં આવી હતી. આ વિદેશી જાસૂસો નકલી સખાવતી સંસ્થા બનાવીને ચીની લશ્કરી છાવણીઓ નજીક કામ કરતા હતા. તેઓ તક મળતાં ચીની સેનાને લગતી રિપોર્ટ તેમની એજન્સીને કરતા હતા. આ ખુલાસા પછી, બેઇજિંગની ટોચની જાસૂસી વિરોધી એજન્સીએ ચીની નાગરિકોને સરહદી વિસ્તારોમાં ચેરિટીના નામે કરવામાં આવતી જાસૂસી અંગે ચેતવણી આપી છે.

error: Content is protected !!